Get News Alerts

Never miss breaking news updates.

Blast In Saudi Arab : સાઉદી અરબમાં બ્લાસ્ટ, કિંગ ખાલિદ એરપોર્ટ કરાયું બંધ, ભારતીયો માટે સરકારે એડવાઈઝરી બહાર પાડી

Saudi Arabia Blast : સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ગુરુવારે એક પછી એક અનેક વિસ્ફોટના અહેવાલો સામે આવ્યા છે. તેમાં કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક થયેલો મોટો વિસ્ફોટ પણ સામેલ છે.
Kunjan ShuklaUpdated on: 08 Oct 2026 08:59 PM IST
Blast In Saudi Arab : સાઉદી અરબમાં બ્લાસ્ટ, કિંગ ખાલિદ એરપોર્ટ કરાયું બંધ, ભારતીયો માટે સરકારે એડવાઈઝરી બહાર પાડીBlast In Saudi Arab : સાઉદી અરબમાં બ્લાસ્ટ, કિંગ ખાલિદ એરપોર્ટ કરાયું બંધ, ભારતીયો માટે સરકારે એડવાઈઝરી બહાર પાડી

Blast In Saudi Arab

Saudi Arabia Blast : સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ગુરુવારે એક પછી એક અનેક વિસ્ફોટના અહેવાલો સામે આવ્યા છે. તેમાં કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક થયેલો મોટો વિસ્ફોટ પણ સામેલ છે. યમનના હૂથી બળવાખોરોએ રિયાધ એરપોર્ટને બેલેસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. સાઉદી ગઠબંધનના જણાવ્યા મુજબ રિયાધ તરફ છોડવામાં આવેલી બે બેલેસ્ટિક મિસાઈલને અટકાવવામાં આવી હતી.

ફાયર અને એમ્બ્યુલન્સ ટીમો પણ તૈનાત

હુમલાના કારણે કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીને ભારે અસર થઈ છે. ફ્લાઈટ્સમાં વિલંબ અને રદ થવાના અહેવાલો વચ્ચે અનેક મુસાફરોને એરપોર્ટ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. એરપોર્ટ પર ફાયર અને એમ્બ્યુલન્સ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે સાઉદી અરેબિયાના અન્ય એરપોર્ટ પર પણ તાજેતરમાં હુમલા થયા હતા. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ 6 અને 7 ઓક્ટોબરના હુમલામાં રિયાધ અને અબહા એરપોર્ટ પર મળીને 3 લોકોનાં મોત અને 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

એર ઈન્ડિયા સહિતની ફ્લાઈટ્સ રદ

રિયાધની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 10 ઓક્ટોબર સુધી રિયાધ આવતી-જતી ફ્લાઈટ્સ રદ કરી છે. અસરગ્રસ્ત મુસાફરોને કોઈ વધારાના ચાર્જ વગર મુસાફરીની તારીખ બદલવા અથવા સંપૂર્ણ રિફંડ મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીથી રિયાધ જઈ રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરત ફરી હતી.

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે એડવાઈઝરી

હુમલાઓ બાદ રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, જરૂરિયાત હોય ત્યારે ઘરની બહાર ન નીકળવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. દૂતાવાસે અફવાઓ કે ઘટના સંબંધિત વીડિયો-સમાચાર શેર ન કરવાની પણ સલાહ આપી છે.

આ પણ વાંચો : Americaમાં બનેલું પહેલું 'તમીર' ઈન્ટરસેપ્ટર ઈઝરાયેલને સોંપાયું, આયર્ન ડોમ વધુ મજબૂત બનશે

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.