Get News Alerts

Never miss breaking news updates.

Pakistan School Roof Collapse: પેશાવરમાં શાળાની છત ધરાશાયી થતાં 28 વિદ્યાર્થીઓના મોત, 25થી વધુ બાળકો ઘાયલ

Pakistan School Roof Collapse: પાકિસ્તાનના પેશાવરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. શહેરની દિર કોલોનીમાં આવેલી એક શાળાની છત ધરાશાયી થતાં 28 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 12:47 PM IST
Pakistan School Roof Collapse: પેશાવરમાં શાળાની છત ધરાશાયી થતાં 28 વિદ્યાર્થીઓના મોત, 25થી વધુ બાળકો ઘાયલPakistan School Roof Collapse: પેશાવરમાં શાળાની છત ધરાશાયી થતાં 28 વિદ્યાર્થીઓના મોત, 25થી વધુ બાળકો ઘાયલ

Pakistan School Roof Collapse

Pakistan School Roof Collapse: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. શહેરની દિર કોલોનીમાં આવેલી એક શાળાની છત ધરાશાયી થતાં 28 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં એક શિક્ષિકાનું પણ મૃત્યુ થયું છે, જ્યારે ઓછામાં ઓછા 25 બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં હોવાનું સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું છે. મૃતક બાળકોની ઉંમર 13 વર્ષથી ઓછી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, શાળાની છત અચાનક તૂટી પડતાં વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, બચાવદળ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી બાળકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

બચાવ કામગીરી માટે સેનાને બોલાવાઈ

દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી માટે સેનાની મદદ માગી હતી. સેનાના જવાનો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવા અને તેમાં ફસાયેલાં બાળકોને બહાર કાઢવાની કામગીરીમાં જોડાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળમાં અન્ય બાળકો ફસાયેલાં હોવાની આશંકાને પગલે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, શાળાની ઈમારત ત્રણ માળની હતી અને તેનું બાંધકામ માટી તથા લાકડાં જેવી સામગ્રીથી કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈમારતની સ્થિતિ અને છત ધરાશાયી થવાના સંભવિત કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

શાળા સંચાલકની ધરપકડ, તપાસ સમિતિની રચના

પેશાવરના પોલીસ અધિકારી સીસીપીઓ મિયાં સઈદના જણાવ્યા અનુસાર, પોલીસે શાળાના સંચાલકની ધરપકડ કરી છે. દુર્ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ ઈમારતની બાંધકામ ગુણવત્તા, સુરક્ષાના નિયમો અને દુર્ઘટના પાછળનાં સંભવિત કારણોની તપાસ કરશે. તપાસ અહેવાલ આવ્યા બાદ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનાને પગલે શાળાઓમાં બાળકોની સુરક્ષા અને ઈમારતોની મજબૂતાઈ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો: America: હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું નિષ્ફળ, 19 વર્ષીય આરોપીની ધરપકડ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.