Pakistan Air Strike on Afghanistan : અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલા, તાલિબાને કડક શબ્દોમાં કરી નિંદા


Pakistan Air Strike on Afghanistan
Pakistan Air Strike on Afghanistan : અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલા, તાલિબાને કડક શબ્દોમાં કરી નિંદા


Pakistan Air Strike on Afghanistan
Pakistan Air Strike on Afghanistan : અફઘાનિસ્તાનના કુનાર અને પક્તિકા પ્રાંતમાં સોમવારે વહેલી સવારે પાકિસ્તાની હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુનારના નુરગલ જિલ્લામાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પક્તિકાના બર્મલ જિલ્લામાં પણ બે સ્થળોએ બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેમાં એક દુકાન અને એક ખાલી મકાનને નુકસાન થયું હતું.
સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે હુમલાની કડક નિંદા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાને અફઘાન વિસ્તારમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. મુજાહિદે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાન આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. જોકે, પાકિસ્તાની અધિકારીઓએ હુમલાને અલગ રીતે રજૂ કરતાં કહ્યું છે કે કાર્યવાહીનો હેતુ અફઘાનિસ્તાનમાં આવેલા કથિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. પાકિસ્તાની અધિકારીઓએ 28 આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો કર્યો છે, જ્યારે અફઘાન પક્ષે ત્રણ નાગરિકોના મોતની વાત કરી છે. બંને પક્ષના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
સૈન્ય કાર્યવાહીને કરાણે તણાવ વધ્યો
પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાન પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સહિતના સશસ્ત્ર જૂથોને અફઘાન ભૂમિ પરથી કામગીરી કરવાની મંજૂરી આપવાનો આરોપ લગાવતું આવ્યું છે. તાલિબાન સરકાર આ આરોપોને નકારી રહી છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદ પારની હિંસા અને સૈન્ય કાર્યવાહીને કારણે તણાવ વધ્યો છે.
28 નાગરિકોના થયા મોત
સંયુક્ત રાષ્ટ્રના અફઘાનિસ્તાન સહાયતા મિશન (UNAMA)એ પણ 2026 દરમિયાન સરહદ પારની હિંસામાં નાગરિકોને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. જૂનમાં પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતમાં થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 28 નાગરિકોના મોત અને 49 લોકો ઘાયલ થયાની UNAMAએ પુષ્ટિ કરી હતી. તાજા હુમલાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ વધુ વધી શકે છે અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા સ્થિતિ અંગે ચિંતા પણ વધી છે.
આ પણ વાંચો : Chinaએ રશિયાથી તેલ અને ગેસની આયાત પર અમેરિકાના ટેરિફ પર આપી પ્રતિક્રિયા





