Get News Alerts

Never miss breaking news updates.

Americaમાં વાવાઝોડું ઈસાઈસનો કહેર, ફ્લોરિડા અને અલાબામામાં 7 લાખ ઘરમાં વીજળી ગુલ

America : ફ્લોરિડા પેનહેન્ડલ અને અલાબામા વિસ્તારમાં વાવાઝોડું ઈસાઈસે ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે 7.26 લાખથી વધુ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ
Kunjan ShuklaUpdated on: 10 Oct 2026 04:23 PM IST
Americaમાં વાવાઝોડું ઈસાઈસનો કહેર, ફ્લોરિડા અને અલાબામામાં 7 લાખ ઘરમાં વીજળી ગુલAmericaમાં વાવાઝોડું ઈસાઈસનો કહેર, ફ્લોરિડા અને અલાબામામાં 7 લાખ ઘરમાં વીજળી ગુલ

America

America : ફ્લોરિડા પેનહેન્ડલ અને અલાબામા વિસ્તારમાં વાવાઝોડું ઈસાઈસે ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે 7.26 લાખથી વધુ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાવાઝોડું આગળ વધતાં ફ્લોરિડા, જ્યોર્જિયા અને કેરોલાઈના રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ટોર્નેડો આવવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) અને નેશનલ હરિકેન સેન્ટર (NHC) વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ઈસાઈસ શુક્રવારે રાત્રે ફ્લોરિડાના ડેસ્ટિન નજીક એટલાન્ટિક વાવાઝોડા સીઝનના પ્રથમ હરિકેન તરીકે દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તે સમયે તેની તીવ્રતા કેટેગરી-2ની હતી. જોકે, ઉત્તર તરફ આગળ વધતાં તેની પવનની ગતિમાં ઘટાડો થયો હતો.

લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ

ફ્લોરિડાના ડેસ્ટિનમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે પેન્સાકોલામાં પોલીસે લોકોને ઘરમાં રહેવા અને બહાર ન નીકળવાની અપીલ કરી હતી. ખરાબ હવામાનને કારણે ફ્લોરિડા પેનહેન્ડલની કેટલીક કાઉન્ટીમાં ઇમરજન્સી સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવી પડી હતી. અલાબામાના દક્ષિણ ભાગમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોબાઈલ શહેરમાં વૃક્ષો અને વીજલાઈનો ધરાશાયી થયા હતા. હ્યુસ્ટન કાઉન્ટીમાં પણ અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. ફ્લોરિડા અને અલાબામામાં 7,26,000થી વધુ વીજ ગ્રાહકોનો પુરવઠો ખોરવાયો હતો.

વધુ વરસાદની શક્યતા

વાવાઝોડું નબળું પડ્યું હોવા છતાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. દક્ષિણ અલાબામા, ફ્લોરિડા પેનહેન્ડલ અને જ્યોર્જિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં 10થી 20 સેન્ટિમીટર અથવા તેનાથી વધુ વરસાદની શક્યતા છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી શકે છે. ડેસ્ટિન-ફોર્ટ વોલ્ટન બીચ એરપોર્ટ પર પણ તમામ આવતી-જતી ફ્લાઈટ્સ અટકાવવામાં આવી હતી. આ દરમિયાન પ્રશાંત મહાસાગરમાં હરિકેન સિમોન કેટેગરી-4માં મજબૂત બન્યું છે અને મેક્સિકોના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ઉષ્ણકટિબંધીય વાવાઝોડું રેચલ પણ ઉત્તર મેક્સિકો અને દક્ષિણ કેલિફોર્નિયામાં ભારે વરસાદ તથા તેજ પવનનું કારણ બની શકે છે.

આ પણ વાંચો : India Russia fighter jet deal: HALના નાસિક પ્લાન્ટમાં થશે ઉત્પાદન? જાણો રશિયાનો પ્રસ્તાવ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.