Kenyaમાં ઈબોલાનો પ્રથમ કેસ નોંધાયો, સંક્રમિત દર્દીનું મોત


kenya
Kenyaમાં ઈબોલાનો પ્રથમ કેસ નોંધાયો, સંક્રમિત દર્દીનું મોત


kenya
Kenya : કેન્યામાં બુન્ડિબુગ્યો ઈબોલા વાયરસ ડિસીઝ (EVD)નો પ્રથમ કેસ નોંધાયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે આ કેસની પુષ્ટિ કરી હતી. સંક્રમિત દર્દીનું એક દિવસ અગાઉ નૈરોબીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. કેન્યાના સ્વાસ્થ્ય કેબિનેટ સચિવ એડેન ડુઆલે આ અંગે માહિતી આપી હતી.
કેન્યાનો નાગરિક 3 ઓક્ટોબરે નૈરોબી પહોંચ્યો હતો
મૃતક કેન્યાનો નાગરિક હતો અને છેલ્લા સાત વર્ષથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં રહેતો હતો. લગભગ એક મહિના પહેલાં તેની તબિયત લથડી હતી અને DRCમાં અનેક હોસ્પિટલોમાં તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તે રોડ માર્ગે DRCથી યુગાન્ડાની રાજધાની કમ્પાલા પહોંચ્યો હતો અને ત્યાંથી ફ્લાઇટ દ્વારા 3 ઓક્ટોબરે નૈરોબી પહોંચ્યો હતો. નૈરોબી પહોંચ્યા બાદ એક સંબંધી તેને સીધો હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને તાત્કાલિક આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો.
ઈબોલા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
દર્દીમાં તાવ, ઠંડી, ભારે થાક અને નબળાઈ, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં તકલીફ, ગળામાં દુખાવો અને ચામડીની નીચે રક્તસ્રાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. DRCની મુસાફરીના ઇતિહાસને ધ્યાનમાં રાખીને તબીબોએ વાયરલ હેમોરેજિક ફીવર અંગે શંકા વ્યક્ત કરી હતી. તપાસ માટે લેવામાં આવેલા નમૂનામાં નેશનલ વાયરોલોજી રેફરન્સ લેબોરેટરી અને કેન્યા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (KEMRI)ની લેબોરેટરીમાં બુન્ડિબુગ્યો ઈબોલા વાયરસ માટે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયે ટોલ-ફ્રી હેલ્પલાઈન શરૂ કરી
સ્વાસ્થ્ય અધિકારીઓએ દર્દીના સંપર્કમાં આવેલા 28 લોકોની ઓળખ કરી છે. તેમાં પરિવારજનો અને સારવાર કરનારા સ્વાસ્થ્યકર્મીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની સાથે ફ્લાઈટમાં મુસાફરી કરનારા 23 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સને પણ શોધવામાં આવી રહ્યા છે. જોખમ ધરાવતા લોકોને ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્યા સરકારે લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે. નાગરિકોને વારંવાર હાથ ધોવા, આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અને ઈબોલાના સક્રિય સંક્રમણ ધરાવતા દેશોમાંથી આવેલા બીમાર લોકોના નજીકના સંપર્કથી બચવાની સલાહ આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોના પ્રશ્નો માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન પણ શરૂ કરી છે.
આ પણ વાંચો : Oman બન્યું ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર, સપ્ટેમ્બરમાં અમેરિકાને છોડ્યું પાછળ




