Get News Alerts

Never miss breaking news updates.

Oman બન્યું ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર, સપ્ટેમ્બરમાં અમેરિકાને છોડ્યું પાછળ

Oman: ભારતના લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) આયાત બજારમાં સપ્ટેમ્બર દરમિયાન મોટો ફેરફાર જોવા મળ્યો છે. એનર્જી માર્કેટના આંકડા મુજબ ઓમાન ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર બન્યું છે.
Kunjan ShuklaUpdated on: 05 Oct 2026 08:51 PM IST
Oman બન્યું ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર, સપ્ટેમ્બરમાં અમેરિકાને છોડ્યું પાછળOman બન્યું ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર, સપ્ટેમ્બરમાં અમેરિકાને છોડ્યું પાછળ

Oman

Oman: ભારતના લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) આયાત બજારમાં સપ્ટેમ્બર દરમિયાન મોટો ફેરફાર જોવા મળ્યો છે. એનર્જી માર્કેટના આંકડા મુજબ ઓમાન ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર બન્યું છે અને તેણે અમેરિકાને પાછળ છોડી દીધું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારત પોતાના ઊર્જા આયાત સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આ જથ્થો ઓગસ્ટની સરખામણીમાં 35 ટકા ઓછો

એનર્જી એનાલિસિસ કંપની Kplerના આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં ભારતે ઓમાન પાસેથી 5.85 લાખ ટન LNGની આયાત કરી હતી, જે ઓગસ્ટની સરખામણીમાં 11.6 ટકા વધુ છે. ભારતની કુલ LNG આયાતમાં ઓમાનનો હિસ્સો આશરે 27 ટકા રહ્યો હતો. નાઇજીરિયા સપ્ટેમ્બરમાં ભારતનું બીજું સૌથી મોટું LNG સપ્લાયર રહ્યું હતું. નાઈજીરિયાથી 3.51 લાખ ટન LNGની આયાત થઈ હતી, જોકે આ જથ્થો ઓગસ્ટની સરખામણીમાં 35 ટકા ઓછો રહ્યો. બીજી તરફ, ઓગસ્ટમાં સૌથી મોટું સપ્લાયર રહેલું અમેરિકા સપ્ટેમ્બરમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું હતું. અમેરિકાથી LNG આયાતમાં 59 ટકાનો ઘટાડો થયો હતો અને કુલ આયાતમાં તેનો હિસ્સો લગભગ 16 ટકા રહ્યો.

હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ વિક્ષેપ ભારતને કરી શકે અસર

કતાર પણ સપ્લાયર તરીકે પાછળ ધકેલાયું છે. સપ્ટેમ્બરમાં ભારતે કતાર પાસેથી માત્ર 94 હજાર ટન LNG આયાત કરી હતી અને તે છઠ્ઠા ક્રમે રહ્યું હતું. જ્યારે UAEમાંથી 3.11 લાખ ટન અને અંગોલામાંથી 2.05 લાખ ટન LNGની આયાત કરવામાં આવી હતી. ભારત પોતાની LNG જરૂરિયાતનો આશરે અડધો હિસ્સો આયાત કરે છે. LNGનો ઉપયોગ ખાતર, ઉદ્યોગ, વીજ ઉત્પાદન અને શહેરી પરિવહન સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થાય છે. હાલ ભારતની LNG આયાતનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી આવે છે. તેથી હોર્મુઝ જળમાર્ગમાં કોઈપણ વિક્ષેપ ભારતની ઊર્જા સુરક્ષા પર અસર કરી શકે છે. આ જોખમ ઘટાડવા માટે ભારત LNG, LPG અને ક્રૂડ ઓઈલ માટે કેનેડા, અલ્જીરિયા, અમેરિકા, મોઝામ્બિક અને બ્રાઝિલ જેવા દેશોમાંથી આયાત વધારીને સપ્લાય સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો : Air Fare Hike : હવાઈ મુસાફરી થશે મોંઘી, IndiGoએ વધાર્યો ફ્યુઅલ ચાર્જ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.