Diwali 2026: UAE સહિત વિશ્વભરના નેતાઓએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ, પ્રકાશના પર્વની વૈશ્વિક સ્તરે ઉજવણી

Diwali 2026: UAEના ઉપરાષ્ટ્રપતિ સહિત વિશ્વભરના નેતાઓ અને રાજદ્વારીઓએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. જાણો વિદેશી દૂતાવાસોમાં કેવી રીતે ઉજવાયો પ્રકાશનો પર્વ.
Nancy Shukal
Nancy Shukal
Diwali 2026: UAE સહિત વિશ્વભરના નેતાઓએ પાઠવી દિવાળીની શુભેચ્છાDiwali 2026: UAE સહિત વિશ્વભરના નેતાઓએ પાઠવી દિવાળીની શુભેચ્છા

Diwali 2026: UAE સહિત વિશ્વભરના નેતાઓએ પાઠવી દિવાળીની શુભેચ્છા

Diwali 2026: દિવાળીના પર્વની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. પ્રકાશના આ પર્વ નિમિત્તે સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિત દુનિયાભરના અનેક દેશોના નેતાઓ, મંત્રીઓ અને વિદેશી રાજદ્વારીઓએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા દ્વારા તેમને દિવાળીને શાંતિ, આશા, ખુશી અને સમૃદ્ધિનો સંદેશ આપતો તહેવાર ગણાવ્યો હતો.

UAEના ઉપરાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છાઓ

UAEના ઉપરાષ્ટ્રપતિ અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે શનિવારે UAE સહિત દુનિયાભરમાં દિવાળી ઉજવતા લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેમને લખ્યું કે પ્રકાશનો આ તહેવાર સૌના જીવનમાં શાંતિ, આશા અને ખુશીઓ લઈને આવે. તેમને દરેકના જીવનમાં સુરક્ષા, સુખ અને સમૃદ્ધિની કામના પણ કરી હતી.

વિદેશી રાજદ્વારીઓએ પણ શેર કરી દિવાળીની ખુશીઓ

ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત જીન-એરિકે પોતાની પહેલી દિવાળીના અનુભવને યાદગાર ગણાવ્યો હતો. તેમને કહ્યું કે ભારતમાં ચારે તરફ રોશની, સ્વાદિષ્ટ ભોજન, હાસ્ય અને એકબીજા સાથે રહેવાનો અનુભવ સુંદર રહ્યો.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Warmest wishes and greetings to all those celebrating Diwali in the UAE and around the world.

May this festival of lights bring you peace, hope, and goodness, and may your days be filled with safety, happiness, and prosperity. Happy Diwali!</p>&mdash; HH Sheikh Mohammed (@HHShkMohd) <a href="https://x.com/HHShkMohd/status/2119005446254244115?ref_src=twsrc%5Etfw">November 7, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

ભારતમાં સાઉથ કોરિયાના દૂતાવાસ દ્વારા દિવાળીની ઉજવણી માટે ખાસ દીવા સજાવટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ભારત, શ્રીલંકા, ભૂટાન અને માલદીવમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરે વીડિયો શેર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને જણાવ્યું કે તેમની શુભેચ્છાઓ દૂતાવાસની દીવાલો સુધી સીમિત નથી, પરંતુ દુનિયાભરના લોકો માટે છે.

13.webp

ભારત અને ભૂટાનમાં જર્મનીના રાજદૂત જાસ્પર વિકે દૂતાવાસની ટીમનો આભાર માન્યો હતો. તેમને જણાવ્યું કે ટીમે સમગ્ર દૂતાવાસને રોશની, રંગો અને સંગીતથી સજાવી દીધો હતો.

UAE14.webp

જાપાન અને ડેનમાર્કના રાજદ્વારીઓએ આપ્યો એકતાનો સંદેશ

ભારતમાં ડેનમાર્કના રાજદૂત રાસમસ એબિલ્ડગાર્ડ ક્રિસ્ટેન્સને દિવાળીને નાનકડા પ્રકાશથી મોટો બદલાવ લાવતો તહેવાર ગણાવ્યો હતો. તેમને મિત્રતા, દયાળુતા અને એકતાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો.

બીજી તરફ જાપાનના દૂતાવાસે ખાસ ઉત્સવ ભોજનનું આયોજન કર્યું હતું. ભારત અને ભૂટાનમાં જાપાનના રાજદૂત ઓનો કેઈચીએ ભારતીય અને જાપાની સહકર્મીઓ સાથે દિવાળીની ઉજવણીને યાદગાર ગણાવી હતી.

વિશ્વભરના નેતાઓ અને રાજદ્વારીઓની શુભેચ્છાઓ દર્શાવે છે કે દિવાળી હવે વૈશ્વિક સ્તરે પણ પ્રેમ, એકતા, ખુશી અને પ્રકાશનો સંદેશ ફેલાવતો પર્વ બની રહ્યો છે.

આ પણ વાંચો: INS Sahyadri: જાપાન પહોંચ્યું, માલાબાર-2026માં ભારત સહિત ચાર દેશો બતાવશે નૌકાદળની તાકાત