Vibrant Gujarat Summit 2027: બેંગલુરુમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો રોડ શો યોજાયો, રિવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ રોકાણકારો સાથે ચર્ચા


રિવાબા જાડેજાએ રોકાણની તકો અંગે કરી ચર્ચા
Vibrant Gujarat Summit 2027: બેંગલુરુમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો રોડ શો યોજાયો, રિવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ રોકાણકારો સાથે ચર્ચા


રિવાબા જાડેજાએ રોકાણની તકો અંગે કરી ચર્ચા
Vibrant Gujarat Summit 2027: ગુજરાતને વૈશ્વિક રોકાણના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત કર્ણાટકના બેંગલુરુ ખાતે ગુજરાત સરકાર દ્વારા વિશેષ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતનાં રાજ્યકક્ષાના મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
https://twitter.com/Rivaba4BJP/status/2125480032470749461?s=20
કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે સીધો સંવાદ યોજાયો
બેંગલુરુમાં યોજાયેલા આ રોડ શોનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને સંભવિત રોકાણકારોને ગુજરાતમાં રહેલી રોકાણની તકો વિશે માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે સીધો સંવાદ યોજાયો હતો, જેમાં ગુજરાતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો, રોકાણની સંભાવનાઓ અને રાજ્યના વિકાસના રોડમેપ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ
આ કાર્યક્રમમાં ફેડરેશન ઓફ કર્ણાટક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FKCCI)ના પૂર્વ પ્રમુખ ઉમા રેડ્ડી, ગુજરાત સરકારના ઉદ્યોગ સચિવ વિનોદ રાવ અને ISROના પ્રતિનિધિ વિજય બેહરા સહિતના મહાનુભાવોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા, રોકાણકારોને મળતી સુવિધાઓ અને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકો અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. સાથે જ આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ મંચ છે. બેંગલુરુમાં યોજાયેલા આ રોડ શો દ્વારા કર્ણાટકના ઉદ્યોગ જગત સાથે ગુજરાતના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આગામી સમિટમાં ગુજરાતને કેટલું નવું રોકાણ અને કેટલા નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ મળે છે તેના પર સૌની નજર રહેશે.




