Air Fare Hike : હવાઈ મુસાફરી થશે મોંઘી, IndiGoએ વધાર્યો ફ્યુઅલ ચાર્જ


Air Fare Hike
Air Fare Hike : હવાઈ મુસાફરી થશે મોંઘી, IndiGoએ વધાર્યો ફ્યુઅલ ચાર્જ


Air Fare Hike
Air Fare Hike : દેશની સૌથી મોટી એરલાઈન IndiGo દ્વારા હવાઈ મુસાફરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની વધતી કિંમતોને કારણે એરલાઈને ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર ફ્યુઅલ ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. આ નવો ચાર્જ મંગળવારથી બુક કરવામાં આવતી તમામ ફ્લાઈટ્સ પર લાગુ થશે.
કેટલો વધશે ચાર્જ?
IndiGoએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહિનામાં ATFની કિંમતમાં 14 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જેના કારણે ATFની કિંમત છેલ્લા એક દાયકાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. એરલાઈનના ઓપરેટિંગ ખર્ચમાં ATFનો મોટો હિસ્સો હોવાથી વધતી કિંમતની સીધી અસર એરલાઈનના ખર્ચ પર પડી રહી છે. ઘરેલુ ફ્લાઈટ્સ માટે 500 કિલોમીટર સુધીની મુસાફરી પર 375 રૂપિયા, 501થી 1,000 કિલોમીટર માટે 600 રૂપિયા, 1,001થી 1,500 કિલોમીટર માટે 900 રૂપિયા, 1,501થી 2,000 કિલોમીટર માટે 1,150 રૂપિયા અને 2,000 કિલોમીટરથી વધુની ફ્લાઈટ પર 1,300 રૂપિયાનો ફ્યુઅલ ચાર્જ લેવામાં આવશે.
યુરોપ જતી ફ્લાઈટ્સ માટે 6,000 રૂપિયાનો ફ્યુઅલ ચાર્જ વસૂલાશે
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં પણ મુસાફરોના ખર્ચમાં વધારો થશે. SAARC દેશોમાં 500 કિલોમીટર સુધીની ફ્લાઈટ માટે 1,000 રૂપિયા અને 500 કિલોમીટરથી વધુ અંતર માટે 3,000 રૂપિયાનો ચાર્જ રહેશે. જ્યારે દક્ષિણ-પૂર્વ એશિયા, GCC, મિડલ ઈસ્ટ તેમજ ઉત્તર અને પૂર્વ એશિયાની ફ્લાઇટ્સ માટે 5,500 રૂપિયાનો ફ્યુઅલ ચાર્જ લાગશે. આ ઉપરાંત આફ્રિકા અને યુરોપ જતી ફ્લાઇટ્સ માટે 6,000 રૂપિયાનો ફ્યુઅલ ચાર્જ લેવામાં આવશે. IndiGoએ કહ્યું કે વધતી ઈંધણ કિંમતની સંપૂર્ણ ભરપાઈ કરવા માટે વધુ મોટો ચાર્જ વધારવો જરૂરી હતો, પરંતુ મુસાફરો પરનો બોજ ઓછો રહે તે માટે સંતુલિત વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં થયેલા વધારાને કારણે એરલાઈન્સના ઓપરેશનલ ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો : India-Switzerland Partnership: ભારત-સ્વિટ્ઝર્લેન્ડની ભાગીદારીના ત્રણ મજબૂત સ્તંભ, ઈનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી : પીએમ મોદી




