UP Election 2026: યુપી ચૂંટણીમાં ગુજરાતના નેતાઓનો દબદબો જોવા મળશે, 30થી વધુ નેતાઓને ઉતરશે મેદાનમાં


ભાજપના 30થી વધુ નેતાઓને જવાબદારી સોંપાઈ
UP Election 2026: યુપી ચૂંટણીમાં ગુજરાતના નેતાઓનો દબદબો જોવા મળશે, 30થી વધુ નેતાઓને ઉતરશે મેદાનમાં


ભાજપના 30થી વધુ નેતાઓને જવાબદારી સોંપાઈ
UP Election 2026: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ગુજરાતના નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. ગુજરાત ભાજપના પૂર્વ મંત્રીઓ, વર્તમાન ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને સંગઠનના આગેવાનોને ઉત્તરપ્રદેશની વિવિધ વિધાનસભા બેઠકો પર ચૂંટણીલક્ષી કામગીરીની જવાબદારી આપવામાં આવી છે. રાજ્યના 30થી વધુ નેતાઓ ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રચાર અને સંગઠનાત્મક કામગીરીમાં જોડાશે.
ગુજરાત ભાજપના અનુભવી નેતાઓને અલગ-અલગ બેઠકોની જવાબદારી
મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત ભાજપના અનુભવી નેતાઓને અલગ-અલગ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદની એલિસબ્રિજ બેઠકના ધારાસભ્ય અમિત શાહનો સમાવેશ થાય છે.
કોના-કોના નામ છે સામેલ?
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને પણ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી કે.સી. પટેલ અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટને પણ ઉત્તરપ્રદેશમાં પ્રચારની જવાબદારી આપવામાં આવી છે. સંગઠનના અન્ય આગેવાનોને પણ આ ચૂંટણી અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ઝવેર ઠકરાર, ઉપપ્રમુખ ગૌતમ ગેડિયા અને કિસાન મોરચાના પૂર્વ અગ્રણી બાબુ જેબલિયાનો સમાવેશ થાય છે.
ચૂંટણીલક્ષી સંગઠનાત્મક કામગીરીને વેગ આપવાનો પ્રયાસ
ખાસ નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ ગણાતા ગુજરાતના નેતાઓને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ભાજપના નેતાઓને વિવિધ બેઠકોની જવાબદારી સોંપીને પક્ષે ચૂંટણીલક્ષી સંગઠનાત્મક કામગીરીને વેગ આપવાનો પ્રયાસ કર્યો છે. હવે ગુજરાતના આ નેતાઓ ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સંગઠન સાથે મળીને મતદારો સુધી પહોંચવા, ચૂંટણી પ્રચારનું આયોજન કરવા અને પક્ષની રણનીતિને અમલમાં મૂકવા કામગીરી કરશે. ઉત્તરપ્રદેશમાં ગુજરાત ભાજપના નેતાઓની આ ભૂમિકા કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.
આ પણ વાંચો: Amreli News: કૃષિ વિભાગની ખેડૂત તાલીમમાં હોબાળો, ભોજનના લોટમાંથી નીકળી જીવાત




