Bhavnagar News: પશુભા ગોહિલના મૃત્યુનો મામલો પાંચ દિવસ બાદ સમેટાયો, પરિવાર પાર્થિવ દેહ સ્વીકારશે


5 દિવસથી ચાલી રહેલા વિવાદનો આવ્યો અંત
Bhavnagar News: પશુભા ગોહિલના મૃત્યુનો મામલો પાંચ દિવસ બાદ સમેટાયો, પરિવાર પાર્થિવ દેહ સ્વીકારશે


5 દિવસથી ચાલી રહેલા વિવાદનો આવ્યો અંત
Bhavnagar News: ભાવનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પશુભા ગોહિલના મૃત્યુને લઈને છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલો વિવાદ આખરે સમેટાયો છે. ભાવનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે ન્યાયિક તપાસ અને કમિટી મારફતે તપાસ કરાવવાની ખાતરી આપવામાં આવતાં પરિવારજનો અને ક્ષત્રિય સમાજે પાર્થિવ દેહ સ્વીકારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે પાંચ દિવસથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે.
પરિવારજનો દ્વારા અનેક ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, પશુભા ગોહિલનું ભાવનગર જિલ્લા જેલમાં હૃદયની બીમારીને કારણે મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા અનેક ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પરિવારજનોએ મૃત્યુ પાછળના સંજોગો અંગે શંકા વ્યક્ત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. આ મામલે વલ્લભભાઈ વિરડીયા અને વિશાલ ધામેલીયા નામના વ્યક્તિઓ સામે માનસિક ત્રાસ અને ટોર્ચરિંગના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આક્ષેપોની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ તંત્ર દ્વારા પણ સમાધાન માટે પ્રયાસો કરવામાં આવ્યા
સમાજના આગેવાનો અને પરિવારજનો દ્વારા જવાબદારો સામે તપાસ અને ન્યાયની માગ સાથે પાર્થિવ દેહ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે છેલ્લા પાંચ દિવસથી સમાજના આગેવાનો, પરિવારજનો અને પોલીસ તંત્ર વચ્ચે ચર્ચા અને રજૂઆતોનો દોર ચાલી રહ્યો હતો. સમગ્ર મામલો ગંભીર બનતાં પોલીસ તંત્ર દ્વારા પણ સમાધાન માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આખરે ભાવનગર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ તેમજ કમિટી મારફતે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પોલીસની આ ખાતરી બાદ પરિવારજનો અને ક્ષત્રિય સમાજે પાર્થિવ દેહ સ્વીકારવાની સંમતિ દર્શાવી છે. પાંચ દિવસ બાદ આ મામલે નિરાકરણ આવતાં હવે પશુભા ગોહિલના પાર્થિવ દેહને સ્વીકારી અંતિમવિધિ કરવાની પ્રક્રિયા આગળ વધશે. જોકે, સમગ્ર ઘટનામાં થયેલા આક્ષેપોની તપાસમાં શું હકીકત સામે આવે છે અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: UP Election 2026: યુપી ચૂંટણીમાં ગુજરાતના નેતાઓનો દબદબો જોવા મળશે, 30થી વધુ નેતાઓને ઉતરશે મેદાનમાં




