Get News Alerts

Never miss breaking news updates.

SEMICON India 2026 : PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, 52 દેશની 300થી વધુ કંપનીઓ લેશે ભાગ

SEMICON India 2026 : સેમિકોન ઈન્ડિયા 2026ની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે.
Kunjan ShuklaUpdated on: 17 Sep 2026 12:00 PM IST
SEMICON India 2026 : PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, 52 દેશની 300થી વધુ કંપનીઓ લેશે ભાગSEMICON India 2026 : PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, 52 દેશની 300થી વધુ કંપનીઓ લેશે ભાગ

SEMICON India 2026

SEMICON India 2026 : સેમિકોન ઈન્ડિયા 2026ની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે. 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દુનિયાભરમાંથી સેમિકન્ડક્ટર ક્ષેત્રની કંપનીઓ, રોકાણકારો, સંશોધકો, નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

કોઈ પણ દેશ માટે ઓછા સમયમાં ઝડપી પ્રગતિ કરવી સરળ નથી

ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે અનેક રેટિંગ એજન્સીઓએ ભારતને સારી રેટિંગ આપી છે અને કોઈપણ દેશ માટે આટલા ઓછા સમયમાં ઝડપી પ્રગતિ કરવી સરળ નથી. ભારતની વિકાસયાત્રામાં વિવિધ સ્ટેકહોલ્ડર્સે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સેમિકોન ઈન્ડિયા 2026ની થીમ 'સિલિકોનથી સિસ્ટમ સુધી: ઈકોસિસ્ટમનું નિર્માણ' રાખવામાં આવી છે. કાર્યક્રમમાં ભારતીય કંપનીઓ, રોકાણકારો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત વિશ્વભરની કંપનીઓ તથા સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમમાં '600થી વધુ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ' તથા આશરે '50,000 મુલાકાતીઓ' પહોંચે તેવી અપેક્ષા છે. 52 દેશોમાંથી 400થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને 150થી વધુ સ્પીકર્સ પણ સામેલ થવાના છે.

6 કન્ટ્રી પેવેલિયન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે

આ ઈવેન્ટમાં સેમિકન્ડક્ટરની સંપૂર્ણ વેલ્યૂ ચેન રજૂ કરવામાં આવશે. સેમિકન્ડક્ટર મટિરિયલ અને ચિપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન તથા એડવાન્સ્ડ પેકેજિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા દર્શાવવામાં આવશે. 'સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ' વેલ્યૂ ચેન એક્સપીરિયન્સ દ્વારા સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમની સફર રજૂ કરાશે. આ ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ્સ, સિંગાપોર અને સ્વીડનના 6 કન્ટ્રી પેવેલિયન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ 12 સ્ટેટ બૂથ, સ્ટાર્ટઅપ પેવેલિયન, ઈનોવેશન શોકેસ, સ્ટુડન્ટ હેકાથોન અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયન પણ હશે.

સેમિકન્ડક્ટર એટલે એવી સામગ્રી, જે વીજળીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મોબાઈલ ફોનથી લઈને કાર અને આધુનિક મશીનો સુધી વિવિધ ઉપકરણોમાં તેનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે સિલિકોન વેફર પર અબજો નાના ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવે છે, જેના આધારે પ્રોસેસર અને અન્ય ચિપ્સ તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : PM Narendra Modi Birthday : 76 માં જન્મદિવસે PM મોદીના 5 મોટા રેકોર્ડ, જાણો તેમની ઐતિહાસિક સિદ્ધિઓ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.