Get News Alerts

Never miss breaking news updates.

PM Narendra Modi Birthday : 76 માં જન્મદિવસે PM મોદીના 5 મોટા રેકોર્ડ, જાણો તેમની ઐતિહાસિક સિદ્ધિઓ

PM Narendra Modi Birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે, 17 સપ્ટેમ્બર 2026ના રોજ, પોતાનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 17 Sep 2026 07:04 AM IST
PM Narendra Modi Birthday : 76 માં જન્મદિવસે PM મોદીના 5 મોટા રેકોર્ડ, જાણો તેમની ઐતિહાસિક સિદ્ધિઓPM Narendra Modi Birthday : 76 માં જન્મદિવસે PM મોદીના 5 મોટા રેકોર્ડ, જાણો તેમની ઐતિહાસિક સિદ્ધિઓ

PM Narendra Modi Birthday

PM Narendra Modi Birthday : વડાપ્રધાન મોદીના જાહેર જીવનની સફર લાંબી રહી છે અને આ દરમિયાન તેમના નામે અનેક મહત્વપૂર્ણ રેકોર્ડ અને સન્માનો નોંધાયા છે. નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને મે 2014 સુધી આ પદ પર રહ્યા હતા. ત્યારબાદ મે 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા અને 2019 તથા 2024ની લોકસભા ચૂંટણી બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો.

સતત સૌથી લાંબો ચૂંટાયેલો વડાપ્રધાન કાર્યકાળ

10 જૂન 2026ના રોજ નરેન્દ્ર મોદીએ સતત 4399 દિવસ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો. આ સાથે તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના 4398 દિવસના સતત કાર્યકાળના રેકોર્ડને પાછળ છોડ્યો. આ રેકોર્ડની સત્તાવાર પુષ્ટિ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. 2001 થી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ 2014 થી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે લાંબો સમય પૂર્ણ કર્યો છે.

2026માં આ સફર લગભગ 25 વર્ષ સુધી પહોંચી છે. 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકારના વડા બન્યા. 2024માં ભાજપની આગેવાની હેઠળના NDAએ સરકાર બનાવી અને મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબો કાર્યકાળ

ઓક્ટોબર 2001થી મે 2014 સુધી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. આ દરમિયાન તેમણે રાજ્યના રાજકારણમાં લાંબી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. વડાપ્રધાન મોદીને વિવિધ દેશો તરફથી અનેક પ્રતિષ્ઠિત સન્માનો મળ્યા છે.

તેમાં સાઉદી અરેબિયાનો King Abdulaziz Award, UAEનો Order of Zayed, રશિયાનો Order of St. Andrew, ફ્રાન્સનો Grand Cross of the Legion of Honour, ઇજિપ્તનો Order of the Nile અને ગ્રીસનો Grand Cross of the Order of Honour જેવા સન્માનો સામેલ છે. 2026માં પણ ઉઝબેકિસ્તાને તેમને દેશના સર્વોચ્ચ વિદેશી નેતાઓના સન્માન પૈકીનું “Oliy Darajali Dostlik” Order એનાયત કર્યું હતું. આ રીતે 76મા જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફરના આ રેકોર્ડ્સ અને આંતરરાષ્ટ્રીય સન્માનો ફરી ચર્ચામાં છે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે