Mount Abu Weather: માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર, નવેમ્બરમાં પ્રથમવાર તાપમાન શૂન્ય ડિગ્રી પર પહોંચ્યું


માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર શરૂ
Mount Abu Weather: માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર, નવેમ્બરમાં પ્રથમવાર તાપમાન શૂન્ય ડિગ્રી પર પહોંચ્યું


માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર શરૂ
Mount Abu Weather: રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાની ઠંડીનો પ્રકોપ વધવા લાગ્યો છે. નવેમ્બર મહિનામાં પ્રથમવાર માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. તાપમાનમાં અચાનક પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાતા સમગ્ર વિસ્તાર ઠંડીની લપેટમાં આવી ગયો છે.
લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
હવામાનમાં આવેલા ફેરફારને કારણે માઉન્ટ આબુમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બન્યો છે. શનિવારે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે તેમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થતાં તાપમાન શૂન્ય ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ પહેલાં સતત પાંચ દિવસ સુધી માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું. હવે તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને વહેલી સવારે વાતાવરણમાં ઠંડક વધુ અનુભવાઈ રહી છે.
આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે
માઉન્ટ આબુમાં ઠંડી વધતા ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિલ સ્ટેશનની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓ ઠંડા વાતાવરણ, પ્રાકૃતિક સૌંદર્ય અને શિયાળાની મોસમનો આનંદ માણી રહ્યા છે. અનેક પ્રવાસીઓ સોશિયલ મીડિયા મારફતે અન્ય લોકોને પણ માઉન્ટ આબુની મુલાકાત લેવા અને ઠંડીનો અનુભવ માણવા સંદેશ આપી રહ્યા છે. માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી સુધી પહોંચતાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. શિયાળાની શરૂઆતમાં જ તાપમાનમાં થયેલા આ ઘટાડાને કારણે પ્રવાસન સ્થળ પર ઠંડીનો માહોલ જામ્યો છે અને પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




