Maharashtra : પાલઘરમાં રબર કંપનીમાં સ્ટોર રૂમની દીવાલ થઈ ધરાશાયી, 3 મજૂરોના મોત


Maharashtra
Maharashtra : પાલઘરમાં રબર કંપનીમાં સ્ટોર રૂમની દીવાલ થઈ ધરાશાયી, 3 મજૂરોના મોત


Maharashtra
Maharashtra : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગુરુવારે એક રબર કંપનીમાં સ્ટોર રૂમની દિવાલ અચાનક ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ મજૂરોના મોત થયા છે. ઘટના વાડા પોલીસ સ્ટેશનની હદમાં વિક્રમગઢ રોડ પર આવેલી ટીણા રબર કંપનીમાં બની હતી. અકસ્માત બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્ટોર રૂમની દિવાલ અચાનક ધરાશાયી થઈ
મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે લગભગ 10 વાગ્યાના સમયે કંપનીમાં કામ કરતા મજૂરો નાસ્તો કરી રહ્યા હતા. તે દરમિયાન નજીક આવેલા સ્ટોર રૂમની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલ પડતાં કેટલાક મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા.
પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી
જોકે, આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા હતા. મૃતકોની ઓળખ વિક્રમગઢના મોહા ગામના રહેવાસી કેશવ વાલકુ ગુંગુણા, વિક્રમગઢના વસુરીના રહેવાસી મીરા જાનુ ગવળી અને વાડાના કોંબ પોશેરીના રહેવાસી રંજના દિલીપ કોંબ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને દિવાલ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.





