Get News Alerts

Never miss breaking news updates.

‘આત્મનિર્ભર ભારત’ને મોટી તાકાત: વાયુસેના માટે 160 SAT-SAAW હથિયારો ખરીદવા ₹811 કરોડનો કરાર

SAT-SAAW Indian Air Force: ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધુ મજબૂતી આપતા સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 160 સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન (SAT-SAAW) અને સંબંધિત સાધનોની ખરીદી માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ...
R Gajjar
R GajjarUpdated on: 24 Sep 2026 03:56 PM IST
‘આત્મનિર્ભર ભારત’ને મોટી તાકાત: વાયુસેના માટે 160 SAT-SAAW હથિયારો ખરીદવા ₹811 કરોડનો કરાર‘આત્મનિર્ભર ભારત’ને મોટી તાકાત: વાયુસેના માટે 160 SAT-SAAW હથિયારો ખરીદવા ₹811 કરોડનો કરાર

SAT-SAAW Indian Air Force

SAT-SAAW Indian Air Force: ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધુ મજબૂતી આપતા સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 160 સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન (SAT-SAAW) અને સંબંધિત સાધનોની ખરીદી માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે ₹810.79 કરોડનો કરાર કર્યો છે. આ કરાર 23 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ ખરીદી ‘Buy (Indian-Indigenously Designed, Developed and Manufactured)’ શ્રેણી હેઠળ કરવામાં આવી રહી છે.

શું છે SAT-SAAW?

SAT-SAAW હવાથી જમીન પર હુમલો કરવા માટેનું ચોકસાઇપૂર્વક નિર્દેશિત ગ્લાઇડ બોમ્બ છે. તેને લાંબી સ્ટેન્ડ-ઓફ રેન્જથી લક્ષ્યને નિશાન બનાવવાની ક્ષમતા સાથે વિકસાવવામાં આવ્યું છે. આ હથિયારને જગુઆર, હોક અને સુખોઈ-30 MKI જેવા ભારતીય વાયુસેનાના પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. તેની મદદથી દુશ્મનના એરફિલ્ડ જેવા મહત્વપૂર્ણ લક્ષ્યો સામે દૂરથી ચોક્કસ હુમલો કરવાની ક્ષમતા વધશે.

DRDOએ સ્વદેશી રીતે કર્યું ડિઝાઇન અને વિકાસ

SAT-SAAW સિસ્ટમને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમમાં અંદાજે 60 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત Initial Measurement Unit, Long Impact Delay Fuse અને Twin Store Carrier જેવા મહત્વપૂર્ણ ઉપ-પ્રણાલીઓનું પણ સ્વદેશીકરણ કરવામાં આવશે. આ પગલાંથી દેશમાં સંરક્ષણ ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને આત્મનિર્ભરતાને વધુ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

2027-28થી 2028-29 દરમિયાન થશે સપ્લાય

કરાર હેઠળ SAT-SAAW અને સંબંધિત સાધનોની સપ્લાય વર્ષ 2027-28 અને 2028-29 દરમિયાન કરવામાં આવવાની છે. ભારતીય વાયુસેનામાં આ હથિયારોનો સમાવેશ થયા બાદ તેની ઓપરેશનલ ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને લાંબી રેન્જથી ચોક્કસ હુમલો કરવાની ક્ષમતાથી વાયુસેનાની કામગીરી અને દેશની સંરક્ષણ તૈયારીઓને વધુ મજબૂતી મળવાની શક્યતા છે. આ કરાર સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]