Jammu Kashmir : કઠુઆમાં CISF કેમ્પમાં ફાયરિંગ, 4 જવાન થયા ઘાયલ


Jammu Kashmir
Jammu Kashmir : કઠુઆમાં CISF કેમ્પમાં ફાયરિંગ, 4 જવાન થયા ઘાયલ


Jammu Kashmir
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં CISF કેમ્પમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. બસોહલી વિસ્તારમાં આવેલા CISF કેમ્પમાં એક જવાને પોતાના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં ચાર જવાનો ઘાયલ થયા છે. મૃતકોમાં CISFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રેન્કના એક અધિકારીનો પણ સમાવેશ થાય છે.
કેમ્પમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
મળતી માહિતી મુજબ, આ ઘટના સાંજે આશરે 7 વાગીને 10 મિનિટે બની હતી. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ કેમ્પમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક રીતે આ ઘટનાને ‘Fratricide’ એટલે કે સાથી જવાનો વચ્ચે થયેલી ફાયરિંગની ઘટના તરીકે જોવામાં આવી રહી છે. જોકે, ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને કઈ પરિસ્થિતિમાં આ ઘટના બની તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
CISFના DG સમગ્ર ઘટનાની દેખરેખ રાખી રહ્યા છે
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CISF હેડક્વાર્ટર દ્વારા Court of Inquiryના આદેશ આપવામાં આવ્યા છે. CISFના DG સમગ્ર ઘટનાની દેખરેખ રાખી રહ્યા છે. તપાસ દરમિયાન ફાયરિંગ પાછળના કારણો, ઘટનાક્રમ અને તેમાં સંડોવાયેલા જવાનની ભૂમિકા અંગે વિગતો મેળવવામાં આવશે. ઘટનાની જાણ થતાં કઠુઆ જિલ્લા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસમાં જોડાઈ છે. સુરક્ષા દળો દ્વારા કેમ્પમાં સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ હાથ ધરવામાં આવી
બસોહલી વિસ્તાર જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલો છે અને હિમાચલ પ્રદેશની સરહદની નજીક છે. આ વિસ્તારની સરહદ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લા સાથે જોડાયેલી છે. હાલ સમગ્ર મામલે CISF અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. Court of Inquiry અને પોલીસ તપાસ બાદ જ ફાયરિંગનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવી શકશે. ઘટના બાદ કેમ્પની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : PNB Bank Fraud : નીરવ મોદી સાથે જોડાયેલા આરોપી સંદીપ મિસ્ત્રીને UAEથી ભારત લવાયો





