Get News Alerts

Never miss breaking news updates.

PNB Bank Fraud : નીરવ મોદી સાથે જોડાયેલા આરોપી સંદીપ મિસ્ત્રીને UAEથી ભારત લવાયો

PNB Bank Fraud : CBIએ વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંકલન સાથે આ કેસના મુખ્ય આરોપીઓમાં સામેલ સંદીપ મિસ્ત્રીને સંયુક્ત આરબ અમીરાત (UAE)થી ભારત પરત લાવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 29 Sep 2026 06:40 PM IST
PNB Bank Fraud : નીરવ મોદી સાથે જોડાયેલા આરોપી સંદીપ મિસ્ત્રીને UAEથી ભારત લવાયોPNB Bank Fraud : નીરવ મોદી સાથે જોડાયેલા આરોપી સંદીપ મિસ્ત્રીને UAEથી ભારત લવાયો

PNB Bank Fraud

PNB Bank Fraud : નીરવ મોદી સાથે જોડાયેલા કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડ મામલે CBIને મોટી સફળતા મળી છે. CBIએ વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંકલન સાથે આ કેસના મુખ્ય આરોપીઓમાં સામેલ સંદીપ મિસ્ત્રીને સંયુક્ત આરબ અમીરાત (UAE)થી ભારત પરત લાવ્યો છે. સંદીપ મિસ્ત્રી 28 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચ્યો હતો, જ્યાં આગમન બાદ CBI અધિકારીઓએ તેને કસ્ટડીમાં લીધો હતો.

સંદીપ મિસ્ત્રી ખોટા આંતરરાષ્ટ્રીય વેપારી વ્યવહારોમાં મહત્વની ભૂમિકા ભજવતો

સંદીપ મિસ્ત્રી વિરુદ્ધ ઈન્ટરપોલ દ્વારા જુલાઈ 2026માં રેડ નોટિસ જાહેર કરવામાં આવી હતી. તે CBIની બેન્ક સિક્યોરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચ, મુંબઈ દ્વારા તપાસવામાં આવી રહેલા એક કેસમાં વોન્ટેડ હતો. તપાસ એજન્સીનો આરોપ છે કે મિસ્ત્રી શેલ કંપનીઓ મારફતે કથિત ખોટા આંતરરાષ્ટ્રીય વેપારી વ્યવહારોમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. CBIના જણાવ્યા અનુસાર, મિસ્ત્રી અનેક કંપનીઓ અને સંસ્થાઓ વચ્ચે મહત્વની કડી તરીકે કામ કરતો હતો અને તેમના દૈનિક કામકાજનું સંચાલન કરતો હતો.

CBIએ શું લગાવ્યો આરોપ?

તપાસ એજન્સીનો આરોપ છે કે તેણે તપાસથી બચવા અને પુરાવા નષ્ટ કરવા માટે ઓટોમેટિક ડિલીટ થતા મેસેજવાળા ગુપ્ત સંચાર પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત હીરા, સોનું અને મોતીના આભૂષણોના કથિત બનાવટી વેપારને વાસ્તવિક બતાવવા માટે નકલી આયાત-નિકાસ દસ્તાવેજો તૈયાર કરવામાં પણ તેની ભૂમિકા હોવાનો આરોપ છે. CBIએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ડમી ડિરેક્ટરોને ધમકાવીને કંપનીઓના દસ્તાવેજો પર સહી કરાવવામાં આવતી હતી.

CBI દ્વારા સક્ષમ કોર્ટ સમક્ષ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી

તપાસમાં UAE સ્થિત ડમી કંપનીઓના બેન્ક ખાતામાંથી નાણાં ઉપાડવામાં પણ મિસ્ત્રીની ભૂમિકા હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલે CBI દ્વારા સક્ષમ કોર્ટ સમક્ષ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. UAEના અધિકારીઓએ રેડ નોટિસ બાદ મિસ્ત્રીને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ ભારત પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મુંબઈ પહોંચ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Kaveri Engine: રશિયામાં કાવેરી એન્જિનનું પરીક્ષણ સફળ, અમેરિકાને 48.5 કિલોન્યૂટન થ્રસ્ટનો લાગ્યો ઝટકો!

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.