Mandi Road Accident: હિમાચલ પ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર ઊંડી ખીણમાં ખાબકી, 6 યુવકના મોત


Himachal Pradesh Mandi Road Accident
Mandi Road Accident: હિમાચલ પ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર ઊંડી ખીણમાં ખાબકી, 6 યુવકના મોત


Himachal Pradesh Mandi Road Accident
Mandi Road Accident: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ યુવકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. જોગિન્દરનગર સબડિવિઝનના લડભડોલ વિસ્તારમાં એક કાર મોડી રાત્રે ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ 6 યુવકોના મોત નીપજ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોમાં મોટાભાગના સગીર વયના હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી
અકસ્માતમાં જીવ ગુમાવનારા યુવકોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં સિમસ ગામના યસ રાય, પિતા રામલાલ અને આયુષ, પિતા વિનોદ કુમારનો સમાવેશ થાય છે. ગવાલા ગામના પંકજ, પિતા પરાક્રમ સિંહ અને અર્નવ, પિતા નરેન્દ્ર કુમારનાં પણ મોત થયાં છે. આ ઉપરાંત બલોટુ ગામના આદિત્ય, પિતા અજય કુમાર અને સિમસ ગામના નૂજુ, પિતા નવીન રાયે પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.
ઘટના મોડી રાત્રે બની હોવાથી તાત્કાલિક તેની જાણ થઈ શકી નહોતી. આજે બપોરે અકસ્માતની માહિતી સામે આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગામમાં પણ શોકનો માહોલ
DSPએ અકસ્માતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં છ યુવકોના મોત થયા છે. હાલ પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે. કાર કયા કારણોસર ખીણમાં પડી અને અકસ્માત પાછળ કોઈ અન્ય પરિબળ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. છ યુવકોના અકાળે મોતથી પરિવારોમાં માતમ છવાયો છે, જ્યારે ગામમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.




