Bettiah Robbery: બેટિયામાં સેનકો ગોલ્ડ શોરૂમમાં 30 કરોડથી વધુની લૂંટ, 9 હથિયારધારી બદમાશોએ કર્મચારીઓને બનાવ્યા બંધક


Bettiah Robbery: સેનકો ગોલ્ડ શોરૂમમાં 30 કરોડની લૂંટ!
Bettiah Robbery: બેટિયામાં સેનકો ગોલ્ડ શોરૂમમાં 30 કરોડથી વધુની લૂંટ, 9 હથિયારધારી બદમાશોએ કર્મચારીઓને બનાવ્યા બંધક


Bettiah Robbery: સેનકો ગોલ્ડ શોરૂમમાં 30 કરોડની લૂંટ!
Bettiah Robbery: બિહારના બેટિયામાં દિવસના અજવાળામાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત સુપ્રિયા સિનેમા રોડ પર આવેલા સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ શોરૂમમાં હથિયારધારી બદમાશોએ ઘૂસીને 30 કરોડ રૂપિયાથી વધુના સોના, ચાંદી અને હીરાના ઘરેણાંની લૂંટ ચલાવી હતી. બુધવારે બપોરે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. લૂંટની સમગ્ર ઘટના શોરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
9 જેટલા હથિયારધારી બદમાશોએ કર્મચારીઓને બનાવ્યા બંધક
પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટમાં 8થી 9 જેટલા બદમાશો સામેલ હોવાની આશંકા છે. તમામ બદમાશો હથિયારોથી સજ્જ હતા. શોરૂમમાં પ્રવેશતાની સાથે જ તેમણે કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. આ દરમિયાન જે કર્મચારીઓએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી.
શોરૂમમાં સુરક્ષા માટે તહેનાત ગાર્ડને પણ બદમાશોએ નિશાન બનાવ્યો હતો. પિસ્તોલના બટ વડે હુમલો કરીને તેનું માથું ફોડી નાખ્યું હતું. ત્યારબાદ બદમાશોએ શોરૂમના બંને માળ પર રાખેલા સોના, ચાંદી અને હીરાના ઘરેણાં એકત્ર કર્યા હતા.
30 કરોડથી વધુની લૂંટની આશંકા
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ડીઆઈજીના નેતૃત્વમાં એસપી, ડીએસપી સહિત જિલ્લાના અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે શોરૂમના CCTV ફૂટેજ કબજે કરીને આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શોરૂમમાંથી કેટલા ઘરેણાંની લૂંટ થઈ છે અને તેની ચોક્કસ કિંમત કેટલી છે તે અંગે હજુ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ લૂંટની કિંમત 30 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. હાલ શોરૂમના માલિક અને કર્મચારીઓ સ્ટોકની ગણતરી કરી રહ્યા છે.
દિવસના અજવાળામાં લૂંટથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલ
બેટિયાના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એકમાં દિવસના અજવાળામાં આટલી મોટી લૂંટ થતાં શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. આશ્ચર્યની વાત એ છે કે હથિયારધારી બદમાશો લૂંટ ચલાવીને સરળતાથી ફરાર થઈ ગયા હતા. હવે પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવા અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: Supermoon 2026: આકાશમાં સળંગ ત્રણ સુપરમૂનનો અદભુત નજારો! 24 ડિસેમ્બરે જોવા મળશે વર્ષનો સૌથી નજીક ફુલમૂન




