Get News Alerts

Never miss breaking news updates.

Commercial Pilot Training માટે ગુજરાત બન્યું નેશનલ હબ, વધુ 5 FTO શરૂ થતાં સંખ્યા 10 થશે

Commercial Pilot Training : ગુજરાતમાં સિવિલ એવિએશન ક્ષેત્રે સતત વિસ્તરણ થઈ રહ્યું છે. રાજ્યમાં કોમર્શિયલ પાયલટ તાલીમ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 06 Oct 2026 01:02 PM IST
Commercial Pilot Training માટે ગુજરાત બન્યું નેશનલ હબ, વધુ 5 FTO શરૂ થતાં સંખ્યા 10 થશેCommercial Pilot Training માટે ગુજરાત બન્યું નેશનલ હબ, વધુ 5 FTO શરૂ થતાં સંખ્યા 10 થશે

Commercial Pilot Training

Commercial Pilot Training : ગુજરાતમાં સિવિલ એવિએશન ક્ષેત્રે સતત વિસ્તરણ થઈ રહ્યું છે. રાજ્યમાં કોમર્શિયલ પાયલટ તાલીમ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાત દેશના મહત્વના ફ્લાઇંગ ટ્રેનિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે. હાલમાં રાજ્યમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) કાર્યરત છે અને ટૂંક સમયમાં વધુ પાંચ FTO શરૂ થવાની છે. આ તમામ સંસ્થાઓ કાર્યરત થયા બાદ ગુજરાતમાં કુલ 10 FTOનું નેટવર્ક બની જશે.

5,200થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ, 3,200થી વધુ CPL ધારકો તૈયાર

ગુજરાતમાં કાર્યરત FTO દ્વારા અત્યાર સુધીમાં 5,200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. આ સંસ્થાઓ દ્વારા 3,200થી વધુ વિદ્યાર્થીઓ કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) મેળવી ચૂક્યા છે, જ્યારે 200થી વધુ ભાવિ પાઇલટ હાલમાં તાલીમ લઈ રહ્યા છે.

PPP મોડલથી FTOનું વિસ્તરણ

ગુજરાત સરકારના સિવિલ એવિએશન વિભાગ દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ FTOના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્ય માલિકીના એરપોર્ટ અને એરસ્ટ્રિપ્સ પર આશરે 1,500 ચોરસ મીટર જમીન પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા પાત્ર ઓપરેટરોને ફાળવવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ એવિએશન ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરવાની સાથે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.

મહેસાણા, અમરેલી અને ભાવનગરમાં હાલ FTO કાર્યરત

હાલમાં રાજ્યમાં પાંચ FTO કાર્યરત છે. તેમાંથી ચાર રાજ્ય માલિકીની મહેસાણા અને અમરેલી એરસ્ટ્રિપ્સ પર જ્યારે એક FTO ભાવનગર એરપોર્ટ ખાતે કાર્યરત છે.

મહેસાણામાં સ્કાયનેક્સ એરો પ્રા. લિ.અને બ્લૂ રે એવિએશન પ્રા. લિ., અમરેલીમાં વિઝન ફ્લાઇંગ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત ફ્લાઇંગ ક્લબ, જ્યારે ભાવનગરમાં દુનેસ એવિએશન પ્રા. લિ. કાર્યરત છે.

ભારતીય એવિએશન ક્ષેત્રમાં પાઇલટની માંગ વધવાની શક્યતા

ભારતમાં પેસેન્જર ટ્રાફિકમાં વધારો, પ્રાદેશિક કનેક્ટિવિટીનું વિસ્તરણ અને સ્થાનિક એરલાઇન્સ દ્વારા નવા વિમાનોની ખરીદીના કારણે સિવિલ એવિએશન ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. ભારતીય એરલાઇન્સ દ્વારા સંયુક્ત રીતે આશરે 1,700 નવા વિમાનોના ઓર્ડર આપવામાં આવ્યા છે. તેના પગલે આગામી વર્ષોમાં આશરે 25,000થી 30,000 કોમર્શિયલ પાઇલટની માંગ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત ફ્લાઇંગ ક્લબનું ઐતિહાસિક સ્થાન

ગુજરાત ફ્લાઇંગ ટ્રેનિંગ ઇકોસિસ્ટમમાં ગુજરાત ફ્લાઇંગ ક્લબનું પણ વિશેષ સ્થાન છે. વર્ષ 1958માં વડોદરા એરપોર્ટ ખાતે સ્થાપિત આ સંસ્થા આજે પણ ભારતની લાંબા સમયથી કાર્યરત DGCA માન્ય ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓમાંની એક છે.

અનુકૂળ હવામાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની તાકાત

ગુજરાતમાં આખું વર્ષ ફ્લાઇંગ માટે અનુકૂળ હવામાન, એરપોર્ટ અને એરસ્ટ્રિપ્સનું વ્યાપક નેટવર્ક, મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ સપોર્ટ તેમજ ઉત્તમ માર્ગ જોડાણ જેવા પરિબળો FTO માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. રાજ્ય પાસે પોતાનું એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણકારોને અનુકૂળ નીતિનું માળખું પણ ઉપલબ્ધ છે.

FTO ઇકોસિસ્ટમથી રોજગારીની નવી તકો

FTOના વિસ્તરણથી માત્ર પાઇલટ તાલીમ જ નહીં, પરંતુ એવિએશન ક્ષેત્રના અનેક અન્ય વ્યવસાયોને પણ વેગ મળવાની શક્યતા છે. વિમાન, સિમ્યુલેટર, મેન્ટેનન્સ હેંગર, ફ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાસરૂમ અને હોસ્ટેલ જેવી સુવિધાઓ માટે રોકાણ જરૂરી બનશે.

આ સાથે ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર, ફ્લાઇટ ડિસ્પેચર, ઓપરેશન્સ ઓફિસર, સેફ્ટી પ્રોફેશનલ અને ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફ સહિત વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી થશે.

MROથી ડ્રોન તાલીમ સુધીના ક્ષેત્રોને મળશે વેગ

રાજ્યમાં વધતું FTO નેટવર્ક એરક્રાફ્ટ મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ (MRO), એવિએશન ફ્યુઅલ, ફ્લાઇટ સિમ્યુલેટર, એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ, ડ્રોન પાઇલટ ટ્રેનિંગ, એવિએશન સોફ્ટવેર અને કન્સલ્ટન્સી જેવા સંલગ્ન ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપી શકે છે.

સરકારી એરપોર્ટ અને એરસ્ટ્રિપ્સનો વધુ ઉપયોગ થવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કાર્યક્ષમતા વધવાની સાથે લીઝ પ્રીમિયમ, જમીન ભાડું, એરક્રાફ્ટ પાર્કિંગ, હેંગર અને ફ્યુઅલ સેવાઓમાંથી લાંબા ગાળે આવકની તકો પણ ઊભી થશે.

આ પણ વાંચો : અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 6,424 વિદ્યાર્થીઓએ રચી ભવ્ય માનવ રંગોળી, Asia Book of Recordsમાં નોંધાયું નામ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.