અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 6,424 વિદ્યાર્થીઓએ રચી ભવ્ય માનવ રંગોળી, Asia Book of Recordsમાં નોંધાયું નામ


અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 6,424 વિદ્યાર્થીઓની સામૂહિક ભાગીદારીથી વિશાળ માનવ રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સપ્તરંગોની સુંદર ગોઠવણીથી સમગ્ર ગ્રાઉન્ડ રંગબેરંગી બની ગયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ રંગોળીમાં સહભાગી થઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, શિસ્ત અને સામૂહિક ભાગીદારીને બિરદાવી હતી.

વિદ્યાર્થીઓએ ઓરેન્જ, યેલો, રેડ, પર્પલ, ગ્રીન, બ્લ્યૂ અને વ્હાઇટ સહિતના રંગોમાં એકસાથે જોડાઈ ભારતની આકર્ષક માનવ રંગોળી તૈયાર કરી હતી. રંગોની આ સુંદર રચનાએ રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો.

અમદાવાદની આ અનોખી માનવ રચનાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. Asia Book of Records દ્વારા તેને “Largest Human Formation Depicting a Contemporary Mandala Art” તરીકે નોંધવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ RRR, સ્ટોર્મ વોટર લાઈન, સુએજ અને સ્વચ્છતા જેવા જનહિતના વિષયો પર સર્જનાત્મક રંગોળીઓ બનાવી હતી. આ રંગોળીઓના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ શહેરનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

Inshallah: 7 વર્ષ પછી ફરી 'ઈન્શાઅલ્લાહ' ફિલ્મને લઈને ચર્ચા, સંજય લીલા ભણસાલી ફરી આલિયા ભટ્ટ સાથે કામ કરશે?

Dahod Advocate Strike: ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં દાહોદમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ


