Get News Alerts

Never miss breaking news updates.

Fly Dubai કેસની તપાસ કરશે NIA, એન્ટી-હાઈજેકિંગ એક્ટ અને UAPA હેઠળ નોંધાયો કેસ

Fly Dubai Case: ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ભારતીય કેપ્ટન પર થયેલા કથિત હુમલા અને વિમાન હાઈજેક કરવાના પ્રયાસના મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તપાસ શરૂ કરી છે.
Kunjan ShuklaUpdated on: 10 Oct 2026 06:28 PM IST
Fly Dubai કેસની તપાસ કરશે NIA, એન્ટી-હાઈજેકિંગ એક્ટ અને UAPA હેઠળ નોંધાયો કેસFly Dubai કેસની તપાસ કરશે NIA, એન્ટી-હાઈજેકિંગ એક્ટ અને UAPA હેઠળ નોંધાયો કેસ

Fly Dubai Case

Fly Dubai Case: ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ભારતીય કેપ્ટન પર થયેલા કથિત હુમલા અને વિમાન હાઈજેક કરવાના પ્રયાસના મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તપાસ શરૂ કરી છે. આ કેસમાં એન્ટી-હાઈજેકિંગ એક્ટ, 2016 અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), 1967ની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. તપાસ એજન્સી આ ઘટનામાં સંભવિત આતંકવાદી કાવતરું અને કટ્ટરપંથી નેટવર્ક સાથેના જોડાણની પણ તપાસ કરી રહી છે.

UAPAની વિવિધ કલમો હેઠળ તપાસ

મળતી માહિતી અનુસાર, NIAએ એન્ટી-હાઈજેકિંગ એક્ટની કલમ 3 હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમ બળપ્રયોગ, ધમકી અથવા ભય ઊભો કરીને વિમાનનું અપહરણ કરવા કે તેના પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ સાથે સંબંધિત છે. આ ઉપરાંત, UAPAની કલમ 16, 18 અને 20 સહિતની જોગવાઈઓ પણ લાગુ કરવામાં આવી છે. તપાસમાં સંભવિત આતંકવાદી હુમલાનું કાવતરું, કટ્ટરપંથીકરણ અને આરોપીના કોઈ આતંકવાદી સંગઠન સાથેના સંબંધોની તપાસ કરવામાં આવશે.

કો-પાઈલટ પર ગંભીર આરોપ

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના એટર્ની જનરલ હામદ સૈફ અલ શમ્સીના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય ઓમાની નાગરિક અને ફ્લાયદુબઈના કો-પાઈલટ હમામ અલ હમામી પર વિમાનનું નિયંત્રણ કબજે કરવાનો અને તેને ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટના ટર્મિનલ સાથે અથડાવવાનો કથિત પ્રયાસ કરવાનો આરોપ છે. આ ઘટના 30 સપ્ટેમ્બરે બની હતી. આરોપીએ અગાઉ બે વખત તેલ અવીવની ફ્લાઈટમાં મુસાફરી કરીને રૂટ અને એરપોર્ટ વિશે માહિતી મેળવી હોવાની પણ તપાસમાં વિગતો સામે આવી છે.

ભારતીય કેપ્ટનની બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી

આરોપ છે કે કો-પાઈલટે કોકપિટમાં ક્રેશ એક્સ વડે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો અને વિમાનનું નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કેપ્ટને પ્રતિકાર કર્યો અને રિઝર્વ પાઈલટ, કેબિન ક્રૂ તથા કેટલાક મુસાફરોએ દરમિયાનગીરી કરી. કેપ્ટન ઘાયલ થયા બાદ રિઝર્વ પાઈલટે વિમાનની કમાન સંભાળી અને તેને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત ઉતાર્યું હતું. હવે NIA આ ઘટનાના તમામ પાસાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Uttar Pradesh : CM યોગીએ અખિલેશ યાદવના પડકારને સ્વીકાર્યો, કહ્યું 'હું તૈયાર છું, તમે પણ અયોધ્યાથી ચૂંટણી લડો'

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.