DRDO Pralay Missile: ડીઆરડીઓએ 'પ્રલય' મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, સેનામાં સામેલ થવાનો માર્ગ મોકળો


DRDO Pralay Missile
DRDO Pralay Missile: ડીઆરડીઓએ 'પ્રલય' મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, સેનામાં સામેલ થવાનો માર્ગ મોકળો


DRDO Pralay Missile
DRDO Pralay Missile: ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા 5 નવેમ્બર, 2026ના રોજ સવારે લગભગ 11:10 વાગ્યે સ્વદેશી ક્વાસી-બેલિસ્ટિક મિસાઇલ 'પ્રલય'નું સફળ ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ નિર્ધારિત ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા હોવાનું DRDO દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ દ્વારા તહેનાત વિવિધ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી મળેલા ડેટાના આધારે પરીક્ષણની સફળતાની પુષ્ટિ કરવામાં આવી હતી.
આ પરીક્ષણ યુઝર ઈવેલ્યુએશન ટ્રાયલ્સના ભાગરૂપે યોજાયું
'પ્રલય' મિસાઈલનો વિકાસ હૈદરાબાદ સ્થિત રિસર્ચ સેન્ટર ઈમારત દ્વારા DRDOની અન્ય પ્રયોગશાળાઓના સહયોગથી સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત કરવામાં આવ્યો છે. આ મિસાઈલ સિસ્ટમનું ઉત્પાદન ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન પાર્ટનર્સમાં સામેલ ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ યુઝર ઈવેલ્યુએશન ટ્રાયલ્સના ભાગરૂપે યોજાયું હતું. જેમાં DRDOના વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને સંરક્ષણ દળોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સફળ પરીક્ષણ બાદ હવે આ મિસાઈલને સશસ્ત્ર દળોમાં સામેલ કરવાની પ્રક્રિયા નજીક આવી હોવાનું માનવામાં આવે છે.
ભારતીય સેનાની ટેક્નોલોજીકલ ક્ષમતા અને ઓપરેશનલ તૈયારીને વધુ મજબૂત બનાવશે
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 'પ્રલય' મિસાઈલના સફળ પરીક્ષણ બદલ DRDO, સંરક્ષણ દળો અને ઉદ્યોગ સાથે જોડાયેલા ભાગીદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આધુનિક અને અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ આ મિસાઈલ ઉભરતા જોખમો સામે ભારતીય સેનાની ટેક્નોલોજીકલ ક્ષમતા અને ઓપરેશનલ તૈયારીને વધુ મજબૂત બનાવશે. સંરક્ષણ સચિવ અને DRDOના અધ્યક્ષ રાજેશ કુમાર સિંહે પણ આ સફળતા માટે પરીક્ષણ સાથે જોડાયેલી તમામ ટીમોને અભિનંદન આપ્યા હતા. આ સફળ પરીક્ષણ ભારતની સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આ પણ વાંચો: INS Sahyadri: જાપાન પહોંચ્યું, માલાબાર-2026માં ભારત સહિત ચાર દેશો બતાવશે નૌકાદળની તાકાત





