Amul Price Hike: દિવાળી પહેલા અમૂલનો ગ્રાહકોને ઝટકો! ઘી અને બટરના ભાવમાં કર્યો તગડો વધારો


Amul Ghee Price Hike News
Amul Price Hike: દિવાળી પહેલા અમૂલનો ગ્રાહકોને ઝટકો! ઘી અને બટરના ભાવમાં કર્યો તગડો વધારો


Amul Ghee Price Hike News
Amul Price Hike: દિવાળીના તહેવાર પહેલા અમૂલના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશની જાણીતી ડેરી બ્રાન્ડ અમૂલે ઘી અને બટરની પસંદગીની પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. તહેવારોની સિઝનમાં મીઠાઈ અને અન્ય વાનગીઓ બનાવવા માટે ઘી અને બટરની માગ વધતી હોય છે, ત્યારે ભાવવધારાને કારણે ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે.
રૂપિયા 50નો વધારો કરવામાં આવ્યો
મળતી માહિતી અનુસાર, અમૂલ દ્વારા એક કિલોગ્રામ ઘીના પેકેટના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ એક કિલો ઘી માટે ગ્રાહકોએ રૂપિયા 630 ચૂકવવા પડતા હતા, જે હવે વધીને રૂપિયા 680 થયા છે. એટલે કે ઘીના એક કિલોગ્રામ પેકેટની ખરીદી કરવા માટે હવે ગ્રાહકોએ વધુ નાણાં ખર્ચવા પડશે. બીજી તરફ, અમૂલના બટરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 500 ગ્રામ બટરના પેકેટમાં રૂપિયા 15નો વધારો થતાં તેની નવી કિંમત રૂપિયા 325 થઈ ગઈ છે. અગાઉ આ જ પેકેટ રૂપિયા 310માં મળતું હતું.
ભાવવધારા પાછળ શું છે કારણ?
દિવાળી નજીક આવતાં બજારમાં ઘી અને બટરની માગમાં વધારો થયો છે. ખાસ કરીને મીઠાઈઓ, ફરસાણ અને વિવિધ તહેવારી વાનગીઓ બનાવવા માટે ડેરી પ્રોડક્ટ્સની ખરીદી વધી રહી છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સપ્લાયની અછત હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. વધતી માગ અને પુરવઠા સંબંધિત સમસ્યાઓને ભાવવધારા પાછળના સંભવિત કારણો માનવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન સામાન્ય પરિવારોના ઘરથી લઈને મીઠાઈ બનાવતા વેપારીઓ સુધી ઘી અને બટરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ત્યારે અમૂલની આ ભાવવધારાની જાહેરાતથી ગ્રાહકો અને વેપારીઓ બંનેના બજેટ પર અસર પડી શકે છે.
આ પણ વાંચો: Toyota Innova Bio Ethanol: 100% ઇથેનોલથી ચાલતી ઇનોવા લોન્ચ થશે, ગડકરીનો દાવો





