Get News Alerts

Never miss breaking news updates.

Delhi : બારાપુલા ફેઝ-3નું ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ઉદ્ઘાટન, પ્રવેશ વર્માએ કેજરીવાલ સરકાર પર પ્રોજેક્ટ અટકાવવાનો આરોપ લગાવ્યો

Delhi : દિલ્હીમાં લાંબા સમયથી અટવાયેલા બારાપુલા એલિવેટેડ રોડ ફેઝ-3નું ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, PWD મંત્રી પ્રવેશ વર્મા ઉપસ્થિત રહ્યા.
Kunjan ShuklaUpdated on: 29 Sep 2026 02:47 PM IST
Delhi : બારાપુલા ફેઝ-3નું ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ઉદ્ઘાટન, પ્રવેશ વર્માએ કેજરીવાલ સરકાર પર પ્રોજેક્ટ અટકાવવાનો આરોપ લગાવ્યોDelhi : બારાપુલા ફેઝ-3નું ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ઉદ્ઘાટન, પ્રવેશ વર્માએ કેજરીવાલ સરકાર પર પ્રોજેક્ટ અટકાવવાનો આરોપ લગાવ્યો

Delhi

Delhi : દિલ્હીમાં લાંબા સમયથી અટવાયેલા બારાપુલા એલિવેટેડ રોડ ફેઝ-3નું મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, PWD મંત્રી પ્રવેશ વર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન દિલ્હી સરકારના મંત્રી પ્રવેશ વર્માએ અગાઉની આમ આદમી પાર્ટીની સરકાર પર પ્રોજેક્ટમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

10 વર્ષ બાદ સરકારના કોઈ અધિકારી કે મંત્રી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા આવ્યા

પ્રવેશ વર્માએ જણાવ્યું કે, ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ તેઓ 20 ફેબ્રુઆરીના શપથગ્રહણના માત્ર 10 દિવસ બાદ જ સ્થળ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, બારાપુલા પુલ અને ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય લગભગ 11 વર્ષથી ચાલી રહ્યું હતું. તેમણે દાવો કર્યો કે વિલંબને કારણે દિલ્હી સરકારના કરદાતાઓ અને શહેરના રહેવાસીઓના કરોડો રૂપિયા ખર્ચાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્થળ પર પહોંચ્યા ત્યારે એન્જિનિયરોએ કહ્યું હતું કે લગભગ 10 વર્ષ બાદ પહેલીવાર દિલ્હી સરકારના કોઈ અધિકારી અથવા મંત્રી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. ત્યારબાદ પ્રોજેક્ટમાં રહેલી સમસ્યાઓ અને ખામીઓ અંગે જાણકારી મેળવીને વિવિધ NOC અને બાકી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી.

1,941 કરોડના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાયો

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ પ્રોજેક્ટ પૂર્ણ થવા બદલ પ્રવેશ વર્મા અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે અધિકારીઓ અને મંત્રીઓએ અનેક વખત સ્થળની મુલાકાત લઈને વિવિધ વિભાગો સાથે સંકલન કર્યું અને જરૂરી મંજૂરીઓ મેળવી હતી. રેખા ગુપ્તાએ જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન કુલ ₹1,941 કરોડના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી ભાજપ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ પણ અગાઉની કેજરીવાલ સરકાર પર પ્રોજેક્ટ અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે હવે દિલ્હી અને કેન્દ્રમાં વિકાસલક્ષી નીતિ અને નેતૃત્વ સાથે સરકારો કામ કરી રહી છે.

આ પણ વાંચો : Delhiમાં એન્કાઉન્ટર બાદ બે આરોપી ઝડપાયા, વિકાસ કાલિયા ગેંગ સાથે જોડાણનો પોલીસનો દાવો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.