CM Vijay-અજિત કુમાર એક જ મંચ પર: સિલ્વરસ્ટોનમાં આજે કાર રેસને લીલી ઝંડી આપશે તમિલનાડુના મુખ્યમંત્રી



CM Vijay
CM Vijay-અજિત કુમાર એક જ મંચ પર: સિલ્વરસ્ટોનમાં આજે કાર રેસને લીલી ઝંડી આપશે તમિલનાડુના મુખ્યમંત્રી



CM Vijay
CM Vijay: તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા સી. જોસેફ વિજય પોતાની છ દિવસીય યુકે મુલાકાત દરમિયાન આજે બ્રિટનના પ્રસિદ્ધ સિલ્વરસ્ટોન સર્કિટ ખાતે યોજાનારી Michelin Le Mans Cup કાર રેસને લીલી ઝંડી આપશે. આ રેસમાં અભિનેતા અને જાણીતા કાર રેસર અજિત કુમાર પણ ભાગ લઈ રહ્યા છે. સિલ્વરસ્ટોન રાઉન્ડમાં વિજય વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે અને 44 કારના ગ્રિડ સામે સત્તાવાર રીતે રેસની શરૂઆત કરશે.
અજિત કુમારની રેસ, વિજય કરશે ફ્લેગ ઓફ
Michelin Le Mans Cupના સિલ્વરસ્ટોન રાઉન્ડમાં અજિત કુમાર પોતાની Ajith RedAnt by Virage ટીમ તરફથી LMP3 Pro/Am કેટેગરીમાં ફ્રાન્સના ડ્રાઇવર Romain Vozniak સાથે ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ F1 ડ્રાઇવર નારાયણ કાર્તિકેયન અને આદિત્ય પટેલ પણ ભારતીય જોડી તરીકે LMP3 કેટેગરીમાં ભાગ લઈ રહ્યા છે.
ફિલ્મી દુનિયાના બે મોટા ચહેરા હવે રેસિંગ ટ્રેક પર
વિજય અને અજિત તમિલ સિનેમાના બે મોટા સ્ટાર છે અને વર્ષોથી બંનેના ચાહકો વચ્ચે તેમની લોકપ્રિયતાની સરખામણી થતી રહી છે. હવે સિલ્વરસ્ટોનમાં બંને એક જ મોટરસ્પોર્ટ્સ ઈવેન્ટમાં જોવા મળશે. વિજય રેસને લીલી ઝંડી આપશે જ્યારે અજિત પોતે રેસિંગ કારમાં ટ્રેક પર ઉતરશે. આ કારણે બંનેના ચાહકોમાં પણ ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે.
સિલ્વરસ્ટોનથી તમિલનાડુની ‘મોટરસ્પોર્ટ્સ સિટી’ માટે શીખશે
વિજય સિલ્વરસ્ટોન સર્કિટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેકની રચના, સુરક્ષા વ્યવસ્થા, દર્શકો માટેની સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય રેસિંગ ઈવેન્ટને વ્યાવસાયિક રીતે ચલાવવાના મોડલનો અભ્યાસ કરશે. આ મુલાકાતનો એક મહત્વનો હેતુ તમિલનાડુમાં પ્રસ્તાવિત વર્લ્ડ-ક્લાસ મોટરસ્પોર્ટ્સ સિટી માટે ઉપયોગી માહિતી મેળવવાનો પણ છે.
રોકાણ અને રોજગાર પર પણ રહેશે ફોકસ
મુખ્યમંત્રીની યુકે મુલાકાતનો વ્યાપક હેતુ તમિલનાડુમાં ઔદ્યોગિક રોકાણ અને રોજગારીની તકો વધારવાનો છે. તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રિક વાહનો, ઈલેક્ટ્રોનિક્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ સાથે જોડાયેલા બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. મોટરસ્પોર્ટ્સ ઉપરાંત સ્પોર્ટ્સ ટૂરિઝમ, ઓટોમોબાઈલ ટેક્નોલોજી, રેસિંગ ઈક્વિપમેન્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે પણ રોકાણની સંભાવનાઓ તપાસવામાં આવશે.
બે કલાકની હશે સિલ્વરસ્ટોન રેસ
Michelin Le Mans Cupની સત્તાવાર માહિતી મુજબ સિલ્વરસ્ટોન રાઉન્ડ 11 અને 12 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે, જ્યારે મુખ્ય રેસ 12 સપ્ટેમ્બરે 5.891 કિમી લાંબા ગ્રાન્ડ પ્રિક્સ સર્કિટ પર યોજાશે અને લગભગ બે કલાક ચાલશે. સત્તાવાર રેસ શેડ્યૂલ મુજબ રેસ ભારતીય સમય પ્રમાણે સાંજે 5:15 વાગ્યે શરૂ થવાની છે.






