
CM Vijay: તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા સી. જોસેફ વિજય છ દિવસીય યુકે મુલાકાત દરમિયાન આજે બ્રિટનના પ્રસિદ્ધ સિલ્વરસ્ટોન સર્કિટ ખાતે યોજાનારી Michelin Le Mans Cup કાર રેસને લીલી ઝંડી આપશે.

તમિલનાડુની ટીવીકે સરકાર પોતાના પ્રથમ સંપૂર્ણ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટા સુધારાઓની જાહેરાત કરી શકે છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓને કોલેજ પ્રવેશ માટે ₹8,000ની સહાય, નાના ખેડૂતોના બાળકોને મફત ઉચ્ચ શિક્ષણ અને ₹20 લાખ સુધીની ગેરંટી વગરની એજ્યુકેશન લોન જેવી યોજનાઓ બજેટમાં સામેલ થઈ શકે છે.

તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે) દ્વારા આયોજિત વિશેષ 'શિક્ષા પુરસ્કાર' સમારોહ ટૂંક સમયમાં યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12ની રાજ્ય બોર્ડ પરીક્ષામાં જિલ્લા સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. સમારોહ જુલાઈના અંતિમ સપ્તાહ અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહ દરમિયાન ચેન્નાઈમાં યોજાય તેવી શક્યતા છે.