West Bengalમાં હેલ્થકેર ક્ષેત્રમાં અદાણી ગ્રુપનું મોટું રોકાણ, 2,000 બેડની નોન-પ્રોફિટ હોસ્પિટલનો કરાયો શિલાન્યાસ


West Bengal
West Bengalમાં હેલ્થકેર ક્ષેત્રમાં અદાણી ગ્રુપનું મોટું રોકાણ, 2,000 બેડની નોન-પ્રોફિટ હોસ્પિટલનો કરાયો શિલાન્યાસ


West Bengal
West Bengal : કોલકાતામાં 2,000 બેડની નોન-પ્રોફિટ હોસ્પિટલ 'અદાણી આરોગ્ય મંદિર'નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે આ સંસ્થા ટેક્નોલોજી, ડિજિટલ હેલ્થ અને અદ્યતન તબીબી સુવિધાઓના માધ્યમથી પશ્ચિમ બંગાળના તબીબી ક્ષેત્રના ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
1,000 બેડ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઉપલબ્ધ રહેશે
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે 2,000 બેડ ધરાવતી આ નોન-પ્રોફિટ હોસ્પિટલમાં આધુનિક મેડિકલ કોલેજ, અદ્યતન સંશોધન અને દર્દીઓની સારવાર માટેની સુવિધાઓ વિકસાવવામાં આવશે. હોસ્પિટલમાં 1,000 બેડ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઉપલબ્ધ રહેશે, જેઓ રાજ્ય અથવા કેન્દ્ર સરકારની હેલ્થ ઈન્શ્યોરન્સ યોજનાઓ હેઠળ પાત્ર હશે. શિલાન્યાસ કાર્યક્રમમાં ગૌતમ અદાણીએ જણાવ્યું કે 'અદાણી આરોગ્ય મંદિર' વિશ્વસ્તરીય નોન-પ્રોફિટ હોસ્પિટલ સંસ્થા તરીકે વિકસાવવામાં આવશે. આ સંસ્થાના કેન્દ્રમાં મેડિકલ કોલેજ હશે, જેને અદ્યતન રિસર્ચ અને તબીબી સંભાળની સુવિધાઓનો સહયોગ મળશે. તેમનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી બંગાળમાં કુશળ હેલ્થકેર વર્કફોર્સ તૈયાર કરવામાં પણ મદદ મળશે.
4,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની જાહેરાત
અદાણી ગ્રુપ દ્વારા હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને રિસર્ચ સુવિધાઓના વિકાસ માટે 4,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સંસ્થાથી 10,000થી વધુ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. ગૌતમ અદાણીએ વધુમાં જણાવ્યું કે અદાણી ગ્રુપ 2035 સુધીમાં પશ્ચિમ બંગાળમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણમાં પોર્ટ, લોજિસ્ટિક્સ, વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, રસ્તા, પુલ, રોપવે, ગ્રીન સિમેન્ટ અને હાઈપરસ્કેલ ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Noida AC Sleeper Bus Fire Incident : ગ્રેટર નોઈડામાં ભીષણ બસ અગ્નિકાંડ, 9 મુસાફરના મોત





