Anant Ambaniની મોટી પહેલ, 50થી વધુ સંસ્થાઓ સાથે મળીને 'Champions of Care'ની કરી શરૂઆત, 20 લાખ પ્રાણીઓને મળશે મદદ


Anant Ambani
Anant Ambaniની મોટી પહેલ, 50થી વધુ સંસ્થાઓ સાથે મળીને 'Champions of Care'ની કરી શરૂઆત, 20 લાખ પ્રાણીઓને મળશે મદદ


Anant Ambani
Champions of Care : જામનગરમાં World Animal Dayના અવસરે અનંત અંબાણીએ પ્રાણી કલ્યાણ માટે નવી રાષ્ટ્રીય પહેલ 'Champions of Care'ની જાહેરાત કરી છે. Vantara દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં કમ્યુનિટી એનિમલ વેલફેરને વધુ મજબૂત બનાવવાનો છે. આ પહેલ હેઠળ દેશભરની 50થી વધુ પ્રાણી કલ્યાણ સંસ્થાઓને એકસાથે લાવવામાં આવી છે.

પ્રાણીઓને જરૂરી સહાય પૂરી પાડવાનું લક્ષ્ય
આ સંસ્થાઓ રસ્તા પર રહેતા કૂતરા-બિલાડીઓ ઉપરાંત ગાય, ગધેડા, ઘોડા સહિતના મોટા પ્રાણીઓની સંભાળ, રેસ્ક્યૂ, સારવાર, આશ્રય અને લાંબા ગાળાની દેખરેખનું કામ કરે છે. પહેલ હેઠળ વેટરનરી કેર, મોબાઈલ રેસ્ક્યૂ અને વેટરનરી સેવાઓ, શેલ્ટર, ફીડિંગ તેમજ એનિમલ બર્થ કંટ્રોલ જેવા કાર્યક્રમોને સહયોગ આપવામાં આવશે. આ પહેલથી દર વર્ષે દેશભરમાં અંદાજે 20 લાખ પ્રાણીઓ સુધી પહોંચીને તેમને જરૂરી સહાય પૂરી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં Animal Welfare Board of Indiaના 8 સભ્યોએ પણ ભાગ લીધો હતો.
ભવિષ્યમાં વધુ સંસ્થાઓ સાથે વિસ્તૃત કરવાની યોજના
બે દિવસીય કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ Vantaraની મુલાકાત લીધી હતી અને પ્રાણીઓ માટેની આધુનિક સારવાર, પોષણ, રહેઠાણ, એનરિચમેન્ટ અને લાંબા ગાળાની સંભાળની વ્યવસ્થા નિહાળી હતી. બીજા દિવસે સંસ્થાઓ વચ્ચે ચર્ચા અને સહયોગ માટે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન Vantara અને ભાગ લેનારી તમામ પ્રાણી કલ્યાણ સંસ્થાઓ વચ્ચે Letter of Understanding પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેના દ્વારા જ્ઞાનની આપ-લે, તાલીમ, ક્ષમતા નિર્માણ અને વ્યવહારુ સહયોગ માટે માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
પહેલ હેઠળ પ્રાણી આશ્રયસ્થળો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ સાધનો, ડાયગ્નોસ્ટિક અને સારવારના સાધનો, તાલીમ તેમજ સોલાર પાવર, રેઈનવોટર હાર્વેસ્ટિંગ અને ડ્રેનેજ જેવી સુવિધાઓમાં પણ સહાય આપવામાં આવશે. ‘Champions of Care’ને ભવિષ્યમાં વધુ સંસ્થાઓ સાથે વિસ્તૃત કરવાની યોજના છે. આ પહેલ Vantaraના 'Every Life Matters' અભિયાનને વધુ વ્યાપક બનાવતી હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો : Delhi : યુદ્ધજહાજો માટે બ્રહ્મોસ લોન્ચર અને ફાયર કંટ્રોલ સિસ્ટમની ડિલ, 661 કરોડ રૂપિયાનો થશે ખર્ચ




