Vibrant Gujarat Summit 2027: કતાર, ઓમાન અને UAEમાં ગુજરાત સરકારનું રોકાણ મિશન સફળ, 500થી વધુ ગુજરાતીઓ સાથે સંવાદ

Vibrant Gujarat Summit 2027: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Vibrant Gujarat Summit 2027Vibrant Gujarat Summit 2027

Vibrant Gujarat Summit 2027

Vibrant Gujarat Summit 2027: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની એક અઠવાડિયાની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 25થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ મુલાકાતમાં ત્રણેય દેશોની અગ્રણી રોકાણ સંસ્થાઓ, સોવરેન વેલ્થ ફંડ્સ, નાણાકીય સંસ્થાઓ અને ઉર્જા કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજવામાં આવી હતી.

25થી વધુ વન-ટુ-વન બેઠકો અને વિવિધ ક્ષેત્રોના રાઉન્ડ ટેબલ સંવાદ યોજાયા

આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરાએ કર્યું હતું. મુલાકાત દરમિયાન 25થી વધુ વન-ટુ-વન બેઠકો અને વિવિધ ક્ષેત્રોના રાઉન્ડ ટેબલ સંવાદ યોજાયા હતા. જેમાં 160થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ ઉપરાંત ત્રણેય દેશોમાં વસતા 500થી વધુ ગુજરાતી ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોએ પણ ભાગ લીધો હતો. પ્રતિનિધિમંડળે કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ઓમાન ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ADNOC, કતાર એનર્જી, ઓમાન LNG અને અન્ય અગ્રણી સંસ્થાઓ સાથે રોકાણની તકો અંગે ચર્ચા કરી હતી. ખાસ કરીને રિન્યુએબલ એનર્જી, ડેટા સેન્ટર, હેલ્થકેર, બાયોટેકનોલોજી અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ માટે રસ દર્શાવવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ભાગીદારી વધારવાના પ્રયાસોને વેગ મળ્યો

આ ઉપરાંત ગુજરાતના GIFT સિટીમાં બેન્કિંગ, વીમા, ફંડ મેનેજમેન્ટ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવાની તકો પણ રજૂ કરવામાં આવી હતી. ઓમાન સાથે ગુજરાત-ઓમાન ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કોરિડોર વિકસાવવાની સંભાવનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. ગુજરાત સરકારના આ મિશન દરમિયાન શિક્ષણ, કૌશલ્ય વિકાસ, બંદરો, ઔદ્યોગિક પાર્ક, શહેરી વિકાસ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં પણ સહયોગની તકો તપાસવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ આગામી 10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ મુલાકાતથી સમિટ પહેલા ગુજરાતમાં વિદેશી રોકાણ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી વધારવાના પ્રયાસોને વેગ મળ્યો છે.

આ પણ વાંચો: Diwali Bonus Scam: સાવધાન! દિવાળી પર રૂપિયા 8,000 બોનસ આપવાનો મેસેજ ફેક, APK લિંકથી મોબાઇલ હેક કરવાનો સાયબર ગઠિયાઓનો પ્રયાસ