Vadodara DYCM Harsh Sanghvi : વડોદરામાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો સંગમ, ઋષભાયણ 3.0નું ઉદ્ઘાટન અને પુસ્તકનું વિમોચન હર્ષ સંઘવીની હાજરીમાં કરાયું


Vadodara DYCM Harsh Sanghvi વડોદરામાં ઇતિહાસ અને સંસ્કૃતિનો અનોખો સંગમ
Vadodara DYCM Harsh Sanghvi : વડોદરામાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો સંગમ, ઋષભાયણ 3.0નું ઉદ્ઘાટન અને પુસ્તકનું વિમોચન હર્ષ સંઘવીની હાજરીમાં કરાયું


Vadodara DYCM Harsh Sanghvi વડોદરામાં ઇતિહાસ અને સંસ્કૃતિનો અનોખો સંગમ
Vadodara DYCM Harsh Sanghvi : શ્રી કલ્યાણરાયજી હવેલી, વડોદરાના છઠ્ઠા આધ્યાત્મિક આચાર્ય પ.પૂ. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ષષ્ઠી પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે આયોજિત 'વિશ્વ કલ્યાણ મહોત્સવ'માં ઉપસ્થિત રહી તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આચાર્યશ્રીના ધર્મ, આધ્યાત્મિકતા અને પુષ્ટિમાર્ગીય પરંપરાના સંવર્ધન માટેના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. સમાજમાં સંસ્કાર, સદભાવના અને સેવાની ભાવનાને જીવંત રાખતું તેમનું માર્ગદર્શન આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપતું રહે તેવી શુભકામના વ્યક્ત કરવામાં આવી હતી.
મારું વડોદરા, મારી ઓળખ' પુસ્તકનું પણ વિમોચન કરાયું
આ ઉપરાંત વડોદરામાં આયોજિત 'ઋષભાયણ 3.0'ના ઉદ્ઘાટન સમારોહ અને આંતરધર્મીય સંત સંમેલનમાં પણ હાજરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આધ્યાત્મિક ચેતના, જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સંતોના આશીર્વાદ સાથે માનવતા અને સામાજિક એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આશરે 950 પાનાના વિશાળ ગ્રંથ 'ઋષભાયણ-2'નું વિમોચન કરવામાં આવ્યું હતું.
સાથે જ વડોદરાના ઐતિહાસિક ગૌરવ અને આગવી ઓળખને ઉજાગર કરતા 'અંકોટકથી વડપદ્રા –મારું વડોદરા, મારી ઓળખ' પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
સંસ્કારોની જ્યોત સતત પ્રજ્વલિત રહે તેવો સંદેશ આપવામાં આવ્યો
એક તરફ આધ્યાત્મિક મૂલ્યો અને બીજી તરફ ઐતિહાસિક વારસાનું દસ્તાવેજીકરણ, આ બંને પુસ્તકો દ્વારા સમાજની બૌદ્ધિક અને સાંસ્કૃતિક સંપત્તિને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સંતોનું સાનિધ્ય, આધ્યાત્મિક વિચારધારા અને વડોદરાના ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાની ભાવના મુખ્ય આકર્ષણ બની હતી. આવા આયોજનો યુવાનોને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક વારસા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વડોદરામાં યોજાયેલા આ બંને કાર્યક્રમો દ્વારા ધર્મ, આધ્યાત્મિકતા, માનવતા અને સાંસ્કૃતિક ઓળખના મૂલ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંતોના આશીર્વાદ અને જ્ઞાનપરંપરાના માધ્યમથી સમાજમાં સદભાવના અને સંસ્કારોની જ્યોત સતત પ્રજ્વલિત રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.




