Gujarat Saras Mela : ગુજરાતની નારીશક્તિનો ડંકો, 236 સરસ મેળામાં ₹39 કરોડથી વધુનું વેચાણ, 8500થી વધુ સખી મંડળો બન્યાં આત્મનિર્ભરતાના વાહક


Gujarat Saras Mela 236 સરસ મેળામાં ₹39 કરોડથી વધુનું વેચાણ
Gujarat Saras Mela : ગુજરાતની નારીશક્તિનો ડંકો, 236 સરસ મેળામાં ₹39 કરોડથી વધુનું વેચાણ, 8500થી વધુ સખી મંડળો બન્યાં આત્મનિર્ભરતાના વાહક


Gujarat Saras Mela 236 સરસ મેળામાં ₹39 કરોડથી વધુનું વેચાણ
Gujarat Saras Mela : રાજ્ય સરકારના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા આયોજિત સરસ મેળાઓ ગ્રામીણ મહિલાઓને રોજગારી અને બજારની નવી તકો પૂરી પાડી રહ્યા છે. વર્ષ 2021થી 2026 દરમિયાન રાજ્યભરમાં કુલ 236 સરસ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8,500થી વધુ સ્વ-સહાય જૂથોએ ભાગ લઈને અંદાજે ₹39 કરોડથી વધુનું વેચાણ નોંધાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ આ મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી હસ્તકલા, હેન્ડલૂમ, ખાદ્યપદાર્થો અને સ્થાનિક ઉત્પાદનોને વચેટિયાઓ વિના સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે.
ગુજરાતની ગ્રામીણ મહિલાઓની સફળતાગાથા
ચાલુ વર્ષે અમદાવાદ અને રાજકોટમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળાઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. બંને શહેરોમાં કુલ 324 સ્ટોલ પર 648 ગ્રામીણ મહિલાઓએ ભાગ લઈને સંયુક્ત રીતે ₹8.62 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 23 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન યોજાયેલા મેળામાં 160 સ્ટોલ પર 320 બહેનોએ પોતાના ઉત્પાદનો રજૂ કર્યા હતા.
આ મેળાની 6.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ₹3.5 કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. બીજી તરફ રાજકોટમાં 25 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન યોજાયેલા સરસ મેળામાં 164 સ્ટોલ પર 328 મહિલાઓએ ભાગ લીધો હતો. અહીં 10 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને ₹5.12 કરોડનું વેચાણ નોંધાયું હતું.
650થી વધુ સખી મંડળની બહેનોને તક
આ મેળાઓ દરમિયાન સખી મંડળોને આર્થિક સહાય, કેશ ક્રેડિટ લોન અને લખપતિ દીદી પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. મહિલાઓને ઇ-કોમર્સ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, બ્રાન્ડિંગ, પેકેજિંગ અને ONDC પ્લેટફોર્મ અંગે તાલીમ આપવામાં આવી હતી.
હવે ગ્રામીણ મહિલાઓ માટે વધુ એક મહત્વપૂર્ણ તક ઊભી થઈ રહી છે. આગામી 5 ડિસેમ્બર 2026થી 15 જાન્યુઆરી 2027 દરમિયાન કચ્છના વિશ્વપ્રસિદ્ધ રણોત્સવ ખાતે 'સખી ક્રાફ્ટ બજાર'નું આયોજન કરવામાં આવશે. આ બજારમાં 100 ક્રાફ્ટ સ્ટોલ અને 10 ફૂડ સ્ટોલ સહિત કુલ 110 સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 15-15 દિવસના રોટેશન પ્રમાણે 650થી વધુ સખી મંડળની બહેનોને પોતાના ઉત્પાદનો રજૂ કરવાની તક મળશે. આ પહેલથી દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતની પરંપરાગત કલા અને સ્થાનિક ઉત્પાદનો સાથે પરિચિત થશે. સરસ મેળાઓ ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી 'વિકસિત ગુજરાત'ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.




