Get News Alerts

Never miss breaking news updates.

Vadodara : પાલિકાની સામાન્ય સભામાં થયો હોબાળો, સત્તાપક્ષ અને વિપક્ષના નગરસેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી

Vadodara : વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી. જોકે, સભાની શરૂઆતથી જ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો.
Kunjan ShuklaUpdated on: 19 Sep 2026 07:12 PM IST
Vadodara : પાલિકાની સામાન્ય સભામાં થયો હોબાળો, સત્તાપક્ષ અને વિપક્ષના નગરસેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલીVadodara : પાલિકાની સામાન્ય સભામાં થયો હોબાળો, સત્તાપક્ષ અને વિપક્ષના નગરસેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી

Vadodara

Vadodara : વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી. જોકે, સભાની શરૂઆતથી જ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નગરસેવકો હાથમાં દીવા લઈને સામાન્ય સભામાં પહોંચ્યા હતા. દરમિયાન સભા વહેલી પૂર્ણ કરવાની મેયરની સૂચનાને લઈને વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો.

કોંગ્રેસના નગરસેવકોએ વિરોધ નોંધાવ્યો

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના નગરસેવકો હાથમાં દીવા લઈને પાલિકાની સામાન્ય સભામાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન મહિનામાં માત્ર એક વખત મળતી સામાન્ય સભા વહેલી પૂર્ણ કરવાની મેયર દ્વારા સૂચના આપવામાં આવી હોવાનો મુદ્દો સામે આવતા વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.

સભામાં ઘર્ષણના દૃશ્યો પણ જોવા મળ્યા

વિપક્ષ અને અપક્ષના નગરસેવકોએ ફ્લોર પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન સભાખંડમાં ભારે હોબાળો સર્જાયો હતો અને સભામાં ઘર્ષણના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. સામાન્ય સભા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના નગરસેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પાલિકાની સામાન્ય સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Vadodara : મકરપુરા ધોરણ 10ની વિદ્યાર્થીનીનો આપઘાત મામલો, મૃતક વિદ્યાર્થીનીના મિત્રોની પણ થશે પૂછપરછ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.