Get News Alerts

Never miss breaking news updates.

Vadodara : મકરપુરા ધોરણ 10ની વિદ્યાર્થીનીનો આપઘાત મામલો, મૃતક વિદ્યાર્થીનીના મિત્રોની પણ થશે પૂછપરછ

Vadodara : વડોદરાના મકરપુરા વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાતના બનાવને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
Kunjan ShuklaUpdated on: 19 Sep 2026 06:31 PM IST
Vadodara : મકરપુરા ધોરણ 10ની વિદ્યાર્થીનીનો આપઘાત મામલો, મૃતક વિદ્યાર્થીનીના મિત્રોની પણ થશે પૂછપરછVadodara : મકરપુરા ધોરણ 10ની વિદ્યાર્થીનીનો આપઘાત મામલો, મૃતક વિદ્યાર્થીનીના મિત્રોની પણ થશે પૂછપરછ

Vadodara

Vadodara : વડોદરાના મકરપુરા વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાતના બનાવને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી અને આપઘાતનું કારણ હજુ અકબંધ છે.

પોલીસ દ્વારા ઘટનાની વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી

આ સમગ્ર મામલે એસીપી વિમલ ગામીતે નિવેદન આપ્યું છે. પોલીસ દ્વારા ઘટનાની વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના ભાગરૂપે મૃતક વિદ્યાર્થીનીના મિત્રો તેમજ તેની આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવશે. વિદ્યાર્થીનીના અભ્યાસ, મિત્રવર્તુળ અને ઘટનાના અગાઉના સંજોગો અંગે પણ પોલીસ માહિતી એકત્રિત કરશે. આ ઉપરાંત જે શાળામાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી ત્યાં પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. શાળાના શિક્ષકો તેમજ સંબંધિત વ્યક્તિઓ પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવશે.

આપઘાત પાછળનું શું છે કારણ?

જોકે, હાલની તપાસમાં વિદ્યાર્થીનીના આપઘાત પાછળ શાળાનું કોઈ કારણ હોવાની સ્પષ્ટતા થઈ નથી. પોલીસે કોઈ એક કારણને જવાબદાર ગણવાને બદલે સમગ્ર ઘટનાની તમામ શક્ય દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વિદ્યાર્થીનીના પરિવારજનો પાસેથી પણ જરૂરી વિગતો મેળવવામાં આવી રહી છે. ઘટનાના સંજોગો, વિદ્યાર્થીનીની છેલ્લી પ્રવૃત્તિઓ અને તેની સાથે સંપર્કમાં રહેલા લોકો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે

મહત્વનું છે કે, વિદ્યાર્થીનીના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકતો સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો વ્યાપ વધાર્યો છે અને વિવિધ લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન સામે આવતા પુરાવા અને નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીનીના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Bhavnagar : કોબાડિયા–કરજાળા સ્કૂલ બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓમાં રોષ, દીપડાના ભય વચ્ચે પગપાળા જવાની ફરજ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.