Vadodara News: ભાજપના કોર્પોરેટર મયુર ચોરાટિયાની દાદાગીરી? પાણી પુરવઠા અધિકારી સાથે કરી મારામારી

Vadodara News: વડોદરા શહેરમાં જાહેર પ્રતિનિધિ અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચકચાર મચાવી છે.
Kunjan Shukla
Vadodara NewsVadodara News

Vadodara News

Vadodara News: વડોદરા શહેરમાં જાહેર પ્રતિનિધિ અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચકચાર મચાવી છે. વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર મયુર ચોરાટિયા અને વડોદરા મહાનગરપાલિકા (VMC)ના પાણી પુરવઠા વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ઉગ્ર ચર્ચાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

મળતી માહિતી મુજબ, વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલા રામદેવનગર પાસે આ ઘટના બની હતી. અહીં કોઈ મુદ્દે ભાજપના કોર્પોરેટર મયુર ચોરાટિયા અને VMCના પાણી પુરવઠા વિભાગના અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં થયેલી ઉગ્ર ચર્ચાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને વચ્ચે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કોર્પોરેટર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીને માર મારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ બબાલે અનેક સવાલો ઊભા કર્યા

ઘટનાના દૃશ્યો સામે આવ્યા બાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને વહીવટી તંત્રમાં પણ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે કોર્પોરેટરની જવાબદારી હોય છે તો બીજી તરફ સરકારી અધિકારીઓ પણ પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે જાહેર પ્રતિનિધિ અને મનપાના અધિકારી વચ્ચે જાહેરમાં થયેલી આ બબાલે અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે, સમગ્ર વિવાદ પાછળનું ચોક્કસ કારણ શું હતું, બોલાચાલી કયા મુદ્દે થઈ હતી અને મારામારીની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે હજુ સંપૂર્ણ વિગતો સામે આવી નથી. હાલ આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં છે. પોલીસ અથવા સંબંધિત તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કે કાર્યવાહી અંગેની વિગતો સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: Jamnagar News: હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, દરરોજ 8 હજાર ગુણીની આવક