Vadodara: પ્રતિભાશાળી કલાકાર શાહેના ગાંધીનું અગેટ સ્ટોન આર્ટવર્ક PM મોદીને અર્પણ કરાયું

Vadodara: ગુજરાતના વડોદરાના પ્રતિભાશાળી કલાકાર શાહેના ગાંધી માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. તેમની ચાર દાયકાથી વધુની કલાસાધનાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બિરદાવવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 31 Oct 2026 03:31 PM IST
Vadodara: પ્રતિભાશાળી કલાકાર શાહેના ગાંધીનું અગેટ સ્ટોન આર્ટવર્ક PM મોદીને અર્પણ કરાયુંVadodara: પ્રતિભાશાળી કલાકાર શાહેના ગાંધીનું અગેટ સ્ટોન આર્ટવર્ક PM મોદીને અર્પણ કરાયું

Vadodara

Vadodara: ગુજરાતના વડોદરાના પ્રતિભાશાળી કલાકાર શાહેના ગાંધી માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. તેમની ચાર દાયકાથી વધુની કલાસાધનાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બિરદાવવામાં આવી છે. શાહેના ગાંધી દ્વારા અગેટ (અકીક) પથ્થરોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી વિશિષ્ટ કલાકૃતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરવામાં આવી હતી.

અનોખી વોલ આર્ટ તૈયાર કરી

શાહેના ગાંધી છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી અગેટ સ્ટોનનો ઉપયોગ કરીને અનોખી વોલ આર્ટ તૈયાર કરી રહ્યા છે. તેઓ ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (CCIC) સાથે રજિસ્ટર્ડ વેન્ડર તરીકે સંકળાયેલા છે. તેમની આ વિશિષ્ટ કળાને એપ્રિલ 2016માં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું હતું. 30 ઓક્ટોબર, 2026ના રોજ CCIC દ્વારા તેમને ભારત પર્વ 2026માં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરવાની વિશેષ તક મળી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

કલાકૃતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું

આ દરમિયાન વડાપ્રધાને CCICના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી અને શાહેના ગાંધી દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશેષ કલાકૃતિનું નિરીક્ષણ કર્યું હતું. ભારત પર્વ અને રાષ્ટ્રીય એકતા દિવસને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ કલાકૃતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. સાથે જ વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

આ સમગ્ર કલાકૃતિ કેનવાસ પર અગેટ (અકીક)ના અસંખ્ય પથ્થરો એક પછી એક હાથથી ગોઠવીને તૈયાર કરવામાં આવી છે. તેને પૂર્ણ કરવામાં શાહેના ગાંધીને અંદાજે બે અઠવાડિયાનો સમય લાગ્યો હતો. વડાપ્રધાન મોદીએ કલાકાર સાથે તેમની કળા અને કલાકૃતિ તૈયાર કરવાની પ્રક્રિયા અંગે વાતચીત કરી હતી. ત્યારબાદ તેમણે આ વિશિષ્ટ કલાકૃતિ સહર્ષ સ્વીકારી હતી. વડાપ્રધાનના હસ્તે પોતાની કલાનું સન્માન અને કલાકૃતિ અર્પણ કરવાનો અવસર મળતાં શાહેના ગાંધી માટે આ ક્ષણ જીવનભર યાદગાર બની રહી છે.

આ પણ વાંચો: BJP Gujarat President : સરદાર પટેલની 151મી જન્મજયંતીએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિકોલમાં અર્પી પુષ્પાંજલિ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.