BJP Gujarat President : સરદાર પટેલની 151મી જન્મજયંતીએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિકોલમાં અર્પી પુષ્પાંજલિ

BJP Gujarat President : ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી તથા લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 151મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી.
Vivek Shah
Vivek ShahUpdated on: 31 Oct 2026 12:41 PM IST
BJP Gujarat President : સરદાર પટેલની 151મી જન્મજયંતીએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિકોલમાં અર્પી પુષ્પાંજલિBJP Gujarat President : સરદાર પટેલની 151મી જન્મજયંતીએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિકોલમાં અર્પી પુષ્પાંજલિ

BJP Gujarat President એ નિકોલમાં પુષ્પાંજલિ અર્પણ કરી

BJP Gujarat President : આ અવસરે અમદાવાદના નિકોલ વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નિકોલ ખાતે પહોંચ્યા હતા અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

31 ઓક્ટોબરનો દિવસ દેશના ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ વિવિધ રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમના આ યોગદાનને યાદ કરવા દર વર્ષે તેમની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સરદાર પટેલની પ્રતિમાને જગદીશ વિશ્વકર્માએ કર્યા નમન

અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોજાયેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને નમન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવ માટે સરદાર પટેલે આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલને દેશના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે.

આઝાદી બાદ દેશના એકીકરણની જવાબદારી તેમણે સંભાળી હતી અને અનેક રજવાડાંઓને ભારતીય સંઘમાં જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની દૃઢ નેતૃત્વશક્તિ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે તેઓ આજે પણ દેશના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા હતા નિકોલ

તેમની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એકતા માર્ચ, Run for Unity, પુષ્પાંજલિ કાર્યક્રમો અને અન્ય આયોજનો દ્વારા સરદાર પટેલના વિચારો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ, સરદાર પટેલની જન્મજયંતીના અવસરે અમદાવાદના નિકોલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો : Gandhinagar IIFT : ગિફ્ટ સિટીમાં ‘આરોહણ 2026’ બિઝનેસ કોન્ક્લેવનો પ્રારંભ, વૈશ્વિક અર્થતંત્રના પડકારો પર નિષ્ણાતોનું મંથન

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે