Mehsana Cyber Crime: કડીના મેડા આદરજના શખ્સોનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ ઝડપાયું, રૂપિયા 6.15 કરોડની હેરાફેરી

Mehsana Cyber Crime: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ સાથે જોડાયેલા શખ્સોનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ સામે આવ્યું છે.
Kunjan ShuklaUpdated on: 31 Oct 2026 03:18 PM IST
Mehsana Cyber Crime: કડીના મેડા આદરજના શખ્સોનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ ઝડપાયું, રૂપિયા 6.15 કરોડની હેરાફેરીMehsana Cyber Crime: કડીના મેડા આદરજના શખ્સોનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ ઝડપાયું, રૂપિયા 6.15 કરોડની હેરાફેરી

Mehsana Cyber Crime

Mehsana Cyber Crime: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ સાથે જોડાયેલા શખ્સોનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ સામે આવ્યું છે. આ નેટવર્ક દ્વારા લોકોના બેન્ક ખાતાઓનો ઉપયોગ કરીને રૂપિયા 6.15 કરોડથી વધુની રકમની હેરાફેરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડનું નેટવર્ક દુબઈથી ચલાવવામાં આવતું હોવાની વિગતો બહાર આવી છે. આ મામલે બાવલુ પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

બેન્ક ખાતા ખોલાવવાની સાથે સીમકાર્ડ પણ મેળવવામાં આવતા હતા

મળતી વિગતો અનુસાર, આરોપીઓએ આર્થિક લાલચ આપીને અન્ય લોકોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. ત્યારબાદ આ બેન્ક ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ મારફતે મેળવવામાં આવેલી રકમની હેરાફેરી માટે કરવામાં આવતો હતો. આ સમગ્ર કૌભાંડમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને બેન્ક ખાતા ખોલાવવાની સાથે સીમકાર્ડ પણ મેળવવામાં આવતા હતા. આરોપીઓએ વ્યવસ્થિત આયોજન સાથે આ નેટવર્ક ઊભું કર્યું હતું અને વિદેશમાં બેસીને સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવતું હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. ખાસ કરીને દુબઈથી આ નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સાયબર ફ્રોડના કુલ 34 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું

આ કૌભાંડની ગંભીરતા એ વાત પરથી જાણી શકાય છે કે દેશના જુદા જુદા રાજ્યોમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા સાયબર ફ્રોડના કુલ 34 કેસ અથવા ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરીને મેળવવામાં આવેલી રકમ અલગ-અલગ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. સમગ્ર મામલે તપાસ એજન્સીઓ દ્વારા બેન્ક ખાતાઓ, દસ્તાવેજો અને સીમકાર્ડના ઉપયોગ સહિતની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. બાવલુ પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને વિદેશમાં બેઠેલા સૂત્રધારો સુધી તપાસ ક્યારે પહોંચે છે તે હવે જોવાનું રહ્યું.

આ પણ વાંચો: Surat RTO News: દિવાળી પહેલા સુરત RTOનો મોટો નિર્ણય, હવે શનિવાર-રવિવાર પણ કચેરી ચાલુ રહેશે

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.