Gurudev Sri Sri Ravi Shankar : GEN Z ને શ્રી શ્રી રવિશંકરનો સંદેશ, સમસ્યાઓ સામે અવાજ ઉઠાવો પણ અસામાજિક તત્ત્વોને સાથે રાખી નહી


Gurudev Sri Sri Ravi Shankar શ્રી શ્રી રવિશંકર
Gurudev Sri Sri Ravi Shankar : GEN Z ને શ્રી શ્રી રવિશંકરનો સંદેશ, સમસ્યાઓ સામે અવાજ ઉઠાવો પણ અસામાજિક તત્ત્વોને સાથે રાખી નહી


Gurudev Sri Sri Ravi Shankar શ્રી શ્રી રવિશંકર
Gurudev Sri Sri Ravi Shankar : ગુરૂદેવે યુવાનોને પોતાની સમસ્યાઓ સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કર્યા હતા, પરંતુ સાથે જ અસામાજિક અને દેશવિરોધી તત્ત્વોથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. આ ઉપરાંત તેમણે માતા-પિતાને બાળકોને મોબાઈલના દૂષણથી બચાવવા ખાસ ધ્યાન આપવા અપીલ કરી હતી.
મોબાઈલના વધતા ઉપયોગ અંગે વાત કરતાં શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું કે મોબાઈલનું એડિક્શન બહુ સારું નથી. આજના સમયમાં સ્માર્ટફોન બાળકો અને યુવાનોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. અભ્યાસ, મનોરંજન અને માહિતી મેળવવા માટે મોબાઈલ ઉપયોગી છે, પરંતુ તેનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને બાળકોમાં મોબાઈલની આદત વધી રહી છે ત્યારે માતા-પિતાએ સાવચેત રહેવાની જરૂર છે.
દેશવિરોધી તત્ત્વોથી દૂર રહેવા અપીલ
તેમણે વાલીઓને બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા અપીલ કરી હતી. બાળકો મોબાઈલ પર કેટલો સમય વિતાવે છે અને તેનો ઉપયોગ કઈ પ્રવૃત્તિઓ માટે કરે છે તે અંગે માતા-પિતાએ ધ્યાન આપવું જોઈએ. બાળકોને રમતગમત, વાંચન, પરિવાર સાથે સમય પસાર કરવો અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા પણ જરૂરી છે.
બીજી તરફ, GEN Z અંગેના નિવેદનમાં શ્રી શ્રી રવિશંકરે યુવાનોની સક્રિય ભૂમિકાને આવકારી હતી. તેમણે કહ્યું કે યુવાનો પોતાની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવે છે તે સારી બાબત છે. સમાજમાં કોઈ સમસ્યા હોય કે યુવાનોને કોઈ મુદ્દે પોતાની વાત રજૂ કરવી હોય તો તેમણે આગળ આવવું જોઈએ.
માતા-પિતાને શ્રી શ્રી રવિશંકરની સલાહ
જોકે, તેમણે સાથે ચેતવણી પણ આપી હતી કે યુવાનોએ અસામાજિક તત્ત્વોને પોતાની સાથે જોડવા જોઈએ નહીં. દેશવિરોધી તત્ત્વોથી દૂર રહેવાની સલાહ આપતાં તેમણે યુવાનોને સમજદારીપૂર્વક આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. શ્રી શ્રી રવિશંકરના આ નિવેદનમાં યુવા પેઢી માટે જવાબદારી અને જાગૃતિનો સંદેશ જોવા મળે છે. એક તરફ યુવાનો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવે તે જરૂરી છે, તો બીજી તરફ ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહીને સમાજના હિતમાં યોગદાન આપે તે પણ એટલું જ મહત્ત્વનું છે.
દિવાળીના પ્રસંગે વાસદ આશ્રમમાં આપવામાં આવેલા આ સંદેશમાં બાળકોના મોબાઈલ વપરાશથી લઈને યુવાનોની સામાજિક જવાબદારી સુધીના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.
View post on Instagram




