Ketan Inamdar Letter to CM: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની મુખ્યમંત્રીને રજૂઆત, નર્મદા કેનાલનું પાણી અને વીજળીના પ્રશ્ને લખ્યા બે પત્રો


Savli MLA Ketan Inamdar letter કેતન ઇનામદાર
Ketan Inamdar Letter to CM: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની મુખ્યમંત્રીને રજૂઆત, નર્મદા કેનાલનું પાણી અને વીજળીના પ્રશ્ને લખ્યા બે પત્રો


Savli MLA Ketan Inamdar letter કેતન ઇનામદાર
Ketan Inamdar Letter to CM: વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ખેડૂતોને નર્મદા કેનાલના પાણી અને અનિયમિત વીજ પુરવઠાને કારણે પડતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બે અલગ-અલગ પત્રો લખી તાત્કાલિક ઘટતું કરવાની માંગ કરી છે. ધારાસભ્યએ ખેડૂતોને વાવેતર અને સિંચાઈ સમયે પાણી ન મળતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. સાથે જ ખેડૂતો માટે 10 કલાક વીજળી આપવાના પરિપત્રનો અમલ ન થતો હોવાની રજૂઆત પણ કરી છે.
કેનાલ રિપેરિંગના નામે પાણી બંધ રાખવાનો વિરોધ
કેતન ઇનામદારે નર્મદા કેનાલમાં પાણી છોડવાની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન કેનાલોની જરૂરી મરામત અને સફાઈ કરવામાં આવતી નથી, પરંતુ જ્યારે ખેડૂતોને વાવેતર અને સિંચાઈ માટે પાણીની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે રિપેરિંગની કામગીરીના નામે પાણી છોડવામાં આવતું નથી. તેમણે સવાલ કર્યો છે કે ખેડૂતોને પાણીની જરૂર હોય તેવા સમયે જ રિપેરિંગનું બહાનું કેમ આગળ ધરવામાં આવે છે?
વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં
ધારાસભ્યએ જણાવ્યું હતું કે કેનાલના પાણીના પ્રશ્ને વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય ગંભીરતા દાખવવામાં આવતી નથી. આ મુદ્દે તેમણે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીએ આ પ્રશ્નને ગંભીરતાથી લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.
10 કલાક વીજળીના પરિપત્રનો અમલ કરવાની માંગ
ખેડૂતોને ખેતી માટે પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાનો મુદ્દો પણ ધારાસભ્યએ ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, તમામ ધારાસભ્યોની રજૂઆતો બાદ મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીએ ખેડૂતોને 10 કલાક વીજળી આપવા અંગે પરિપત્ર કર્યો હતો. તેમ છતાં સ્થાનિક સ્તરે કેટલાક અધિકારીઓ પરિપત્ર મળ્યો ન હોવાનું કહી અમલમાં વિલંબ કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ખેડૂતોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખીને નર્મદા કેનાલમાં પાણીની યોગ્ય વ્યવસ્થા અને ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો મળે તે માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ બંને મુદ્દાઓને ગંભીરતાથી લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. હવે ખેડૂતોને આ સમસ્યાઓમાંથી ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર છે.




