‘વાહ! આ મારું વડોદરા છે’ વડોદરામાં પીએમ મોદીના સંબોધનની ખાસ વાતો



PM Modi Vadodara Speech
‘વાહ! આ મારું વડોદરા છે’ વડોદરામાં પીએમ મોદીના સંબોધનની ખાસ વાતો



PM Modi Vadodara Speech
PM Modi Vadodara Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. PM મોદીએ વડોદરા શહેરમાં કરવામાં આવેલા સ્વચ્છતા અને સ્વાગત અભિયાનની પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવાની વાત કરી અને ફ્રેઇટ કોરિડોરના નિર્માણમાં થયેલા વિલંબને લઈને અગાઉની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહાર કર્યા હતા.
PM મોદીએ વિકાસને ગણાવ્યો ઉત્સવ
વડોદરામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસને ‘ઉત્સવ’ ગણાવ્યો હતો.
PM મોદીએ કહ્યું કે, તેઓ વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે ગુજરાત આવ્યા છે.
આજે રાજ્યને હજારો કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સની ભેટ મળી રહી છે.
વડાપ્રધાને રેલવે, ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિને પણ રેખાંકિત કરી હતી.
દેશ ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક ક્ષેત્રમાં ઝડપથી કામ થઈ રહ્યું છે.
વડોદરામાં PM મોદીના સંબોધન દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો અને લોકોની હાજરી જોવા મળી હતી.
હું દેશ અને રાજ્યની વિકસિત ભારતની આ યાત્રાને વધુ વેગ આપવા અને ગતિ પ્રદાન કરવા માટે વડોદરા આવ્યો છું.
વડોદરાના સ્વચ્છતા અભિયાનની PM મોદીએ કરી પ્રશંસા
2014 પહેલાં ફાઇલો અટકતી, લટકતી અને ભટકતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સંબોધન દરમિયાન સોલર પાવર ક્ષેત્રમાં ગુજરાતની પ્રગતિની પ્રશંસા કરી હતી.
PM મોદીએ કડાણા ડેમને કેન્દ્રમાં રાખીને સોલર એનર્જી અને PV મોડ્યુલની વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે સૌર ઊર્જાના ક્ષેત્રમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને નવી ટેક્નોલોજીના ઉપયોગથી સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનને વેગ મળી રહ્યો છે.
PM મોદીએ સૂર્ય ઊર્જાને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે શરૂ કરાયેલી ‘PM સૂર્ય ઘર યોજના’નો પણ ઉલ્લેખ કર્યો હતો.
સોલર પાવરનો વ્યાપ વધવાથી વીજળીના ખર્ચમાં રાહત સાથે દેશની ઊર્જા જરૂરિયાતોને પણ નવી દિશા મળશે.
કડાણા સહિત ગુજરાતના સોલર પ્રોજેક્ટ્સ દેશના ગ્રીન એનર્જી સંકલ્પને મજબૂત બનાવી રહ્યા છે.
PM મોદીએ કહ્યું કે ભારત હવે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે.
મેટ્રો કોચથી લઈને રેલ એન્જિન સુધીનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે અને દેશ રેલ ક્ષેત્રમાં નિર્માતા તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યો છે.
વર્ષ 2024 બાદ ભારતે અંદાજે 50 હજાર રેલ કોચનું ઉત્પાદન કર્યું છે.
વડાપ્રધાને આ પ્રગતિને ભારતની વધતી ઉત્પાદન ક્ષમતા અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ ગણાવ્યું હતું.
દેશમાં આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્થાનિક ઉત્પાદનને પણ સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી આ કૃતિઓને લઈને કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
PM મોદીએ યુવાનોની સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપ્યું હતું.
વડાપ્રધાનના આ અભિગમથી ઉપસ્થિત યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડોદરામાં આયોજિત આ કાર્યક્રમમાં વિકાસ કાર્યો સાથે યુવાનોની પ્રતિભા અને તેમની સર્જનાત્મકતાને પણ મહત્વ આપવામાં આવ્યું હતું.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



