Vadodara News: વડોદરા નજીકથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરાયો, 14 દિવસના રિમાન્ડ મંજૂર

Vadodara News: જરોદ નજીકથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકીને વાઘોડિયા કોર્ટે 10 ડિસેમ્બર સુધીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
Kunjan Shukal
Kunjan Shukal
આતંકીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરાયોઆતંકીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરાયો

આતંકીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરાયો

Vadodara News: ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. જરોદ નજીકથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકીને આજે વાઘોડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂઆત બાદ આરોપીના આગામી 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે આરોપીને વધુ 14 દિવસ સુધી તપાસ એજન્સીની કસ્ટડીમાં રાખવાની મંજૂરી મળી છે.

View post on Instagram

10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર

મળતી માહિતી મુજબ, જરોદ નજીકથી ઝડપાયેલા આ શખસ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે તેના કથિત સંબંધોને લઈને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીને વાઘોડિયા કોર્ટ સમક્ષ રજૂ કરી તપાસ એજન્સી દ્વારા વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટમાં બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ન્યાયાધીશે આગામી 10 ડિસેમ્બર સુધીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે

આ રિમાન્ડ દરમિયાન તપાસ એજન્સીઓ આરોપીની ગતિવિધિઓ, તેના સંપર્કો, સંભવિત સાથીદારો અને આતંકવાદી સંગઠન સાથેના સંબંધો અંગે પૂછપરછ કરશે. આ ઉપરાંત ગુજરાતમાં તેની અવરજવર અને અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ સાથેના સંપર્કો અંગે પણ માહિતી મેળવવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ATS દ્વારા આતંકવાદી હુમલાના કથિત ષડયંત્ર અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે 14 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી મળતી માહિતીના આધારે તપાસનો વ્યાપ વધે તેવી શક્યતા છે. સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad Drug Factory Case: સરખેજ લબ્બેક પાર્ક ડ્રગ્સ ફેક્ટરી કેસમાં વધુ એકની ધરપકડ, કેમિકલ એન્જિનિયર હર્ષિલ પરીખ ઝડપાયો