Get News Alerts

Never miss breaking news updates.

Vadodara બન્યું કૃષ્ણમય, ઇસ્કોન મંદિરે જન્માષ્ટમીએ ઉમટી ભક્તોની ભીડ

Vadodara : જન્માષ્ટમીના પાવન પર્વને લઈને વડોદરામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 04 Sep 2026 01:16 PM IST
Vadodara બન્યું કૃષ્ણમય, ઇસ્કોન મંદિરે જન્માષ્ટમીએ ઉમટી ભક્તોની ભીડVadodara બન્યું કૃષ્ણમય, ઇસ્કોન મંદિરે જન્માષ્ટમીએ ઉમટી ભક્તોની ભીડ

Vadodara

Vadodara શહેરના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ઇસ્કોન મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

વહેલી સવારથી જ ભક્તો પરિવાર સાથે મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જન્માષ્ટમીના પાવન દિવસે કૃષ્ણ ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

‘હરે કૃષ્ણ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું વડોદરા

જન્માષ્ટમીની ઉજવણીને ધ્યાનમાં રાખીને ઇસ્કોન મંદિરને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો અને આકર્ષક સજાવટથી સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ફૂલોની સજાવટ અને ધાર્મિક વાતાવરણના કારણે મંદિર પરિસરનું સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું હતું. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો દ્વારા કરવામાં આવતા ભજન અને ‘હરે કૃષ્ણ, હરે રામ’ના જયઘોષથી સમગ્ર ઇસ્કોન મંદિર ગુંજી ઉઠ્યું હતું.

ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. જન્માષ્ટમીના પર્વે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તોમાં વિશેષ આસ્થા જોવા મળે છે. આ પાવન અવસરે ભગવાનના દર્શન કરવા અને મંદિરના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વડોદરા તેમજ આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.

ઇસ્કોન મંદિરે ભવ્ય ઉજવણી શરૂ

ઇસ્કોન મંદિર ખાતે સવારથી જ ભક્તોની સંખ્યા વધતી જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં પણ જન્માષ્ટમીનો માહોલ છવાયો હતો. ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી રહ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વે ઇસ્કોન મંદિર ખાતે જોવા મળેલા આ ભક્તિમય માહોલથી વડોદરા જાણે કૃષ્ણમય બની ગયું હોય તેવો અનુભવ ભક્તોને થયો હતો. રંગબેરંગી ફૂલોનો શણગાર, ‘હરે કૃષ્ણ’ના નાદ અને ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય દર્શનથી સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જા જોવા મળી હતી. જન્માષ્ટમીના આ પાવન પર્વે ઇસ્કોન મંદિરે ઉમટેલી ભક્તોની ભીડ અને ભક્તિમય વાતાવરણ વડોદરામાં આસ્થાના અનોખા રંગની અનુભૂતિ કરાવી રહ્યું છે.

આ પણ વાંચો : Dakor Janmashtami : ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી’ના નાદથી ગૂંજી ઉઠ્યું ડાકોર, ભકતોમાં ભારે ઉત્સાહ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.