Vadodara Liquor Raid: અટલાદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 5,256 દારૂની બોટલો સહિત રૂપિયા 28.18 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara Liquor Raid: 3 નવેમ્બર 2026ના રોજ વડોદરાના અટલાદરા વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરની કુલ 5,256 બોટલો સહિત રૂપિયા 28.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Kunjan Shukla
Vadodara SMC Liquor Raid NewsVadodara SMC Liquor Raid News

Vadodara SMC Liquor Raid News

Vadodara Liquor Raid: શહેરમાં દારૂના ગેરકાયદેસર વેચાણ સામે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 3 નવેમ્બર 2026ના રોજ વડોદરાના અટલાદરા વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરની કુલ 5,256 બોટલો સહિત રૂપિયા 28.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

દારૂ અને બીયરની કુલ 5,256 બોટલ જપ્ત

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના અટલાદરા વિસ્તારમાં વડસર રોડ પર ખિસકોલી સર્કલ નજીક આવેલી વેલકેર હોસ્પિટલ સામે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂનો અંદાજે રૂપિયા 23.08 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં દારૂ અને બીયરની કુલ 5,256 બોટલોનો સમાવેશ થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે સ્થળ પરથી વાહન અને કવરિંગમાં રાખવામાં આવેલી 362 ઈંડાની ટ્રે પણ કબજે કરી હતી. આમ, દારૂ, બીયર, વાહન અને અન્ય સામાન સહિત કુલ રૂપિયા 28.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આઠ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

આ દરોડા દરમિયાન એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ ગેરકાયદે દારૂના જથ્થા સાથે સંકળાયેલા અન્ય આઠ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ફરાર આરોપીઓની સંડોવણી અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીને પગલે દારૂના ગેરકાયદે નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે પોલીસ તપાસમાં આ નેટવર્કના અન્ય લોકો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: Jamnagar Food Raid: દિવાળી પહેલા જામનગરમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 324 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ