Ahmedabad News: સાણંદના વિચિયા ગામમાં 10 વર્ષના બાળકની હત્યા! પિતા સામે પોલીસે તપાસ શરૂ કરી

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિચિયા ગામમાં 10 વર્ષના બાળકની કથિત હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
Kunjan Shukla
Ahmedabad NewsAhmedabad News

Ahmedabad News

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિચિયા ગામમાં 10 વર્ષના બાળકની કથિત હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ મામલે બાળકના પિતા નરેશ અજમલ કોળી પટેલ સામે પોતાના જ પુત્રની હત્યા કરવાનો આરોપ છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

View post on Instagram

બાળકની હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ શું હતું?

અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, વિચિયા ગામમાં બનેલી આ ગંભીર ઘટનાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, 10 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે અને આ મામલે તેના પિતા નરેશ અજમલ કોળી પટેલ આરોપી તરીકે સામે આવ્યા છે. પોલીસ હાલ આ ઘટનાના સંજોગો અને હત્યા પાછળના સંભવિત કારણો શોધવાનો પ્રયાસ કરી રહી છે. બાળકની હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ શું હતું, આરોપી પિતાએ આવું પગલું શા માટે ભર્યું અને ઘટનાની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે સહિતના વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

તપાસમાં નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી શકે

SP ઓમ પ્રકાશ જાટના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન જરૂર જણાશે તો નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી શકે છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસમાં કોઈ કડી બાકી ન રહે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં પોલીસનું મુખ્ય ધ્યાન હત્યા પાછળનું કારણ જાણવા અને ઘટનાની હકીકત બહાર લાવવા પર છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ વિગતો સામે આવશે. પોતાના જ પિતા સામે પુત્રની હત્યાનો આરોપ લાગતા આ ઘટનાએ સ્થાનિક સ્તરે અનેક સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: Amreli News: સાવરકુંડલા યાર્ડમાં મગફળીની ઐતિહાસિક આવક, 50,000 મણથી વધુ માલની આવક