Amreli News: અમરેલીના ગુંદરણ ગામે સળગેલી તુફાન ગાડીમાંથી બે મૃતદેહ મળ્યા

Amreli News: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. અહીં સળગેલી હાલતમાં મળી આવેલી તુફાન ગાડીમાંથી બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.
Nisha Parmar
Nisha Parmar
Amreli Liliya burnt Toofan car incident અમરેલી સળગેલી ગાડીAmreli Liliya burnt Toofan car incident અમરેલી સળગેલી ગાડી

Amreli Liliya burnt Toofan car incident અમરેલી સળગેલી ગાડી

Amreli News: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. અહીં સળગેલી હાલતમાં મળી આવેલી તુફાન ગાડીમાંથી બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં એક સગીર અને એક યુવકનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને પરપ્રાંતીય શ્રમિક હોવાનું જાણવા મળ્યું છે.

ગાડીમાં સૂતા હતા બંને યુવકો?

મળતી માહિતી મુજબ, બંને યુવકો તુફાન ગાડીમાં સૂઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે વાહનને આગ લગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ એટલી ભીષણ હતી કે ગાડીની અંદર રહેલા બંનેનાં મોત નીપજ્યાં હતાં. જોકે, બંનેને ઇરાદાપૂર્વક જીવતા સળગાવવામાં આવ્યા હતા કે આગ લાગવાનું કોઈ અન્ય કારણ હતું તે હજી સ્પષ્ટ થયું નથી.

પોલીસ અને FSLની ટીમે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મામલતદાર અને FSLની ટીમે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. વાહનમાં આગ કેવી રીતે લાગી, બંને યુવકોનાં મોત પાછળ કોઈ ગુનાહિત કૃત્ય છે કે કેમ અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

હત્યા કે અકસ્માત? તપાસ બાદ જ થશે ખુલાસો

હાલમાં પોલીસ દ્વારા હત્યા સહિતના તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકોની ઓળખ, મૃત્યુનું ચોક્કસ કારણ અને ઘટનાની પાછળનું રહસ્ય પોસ્ટમોર્ટમ તથા FSLના રિપોર્ટ બાદ સ્પષ્ટ થઈ શકશે. ગુંદરણ ગામે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો : Gandhinagar Mayor: ગાંધીનગરને આજે મળશે નવા મેયર, બપોરે 12 વાગ્યે સામાન્ય સભા