Vadodara માં ગમખ્વાર અકસ્માત, બાઈકની અડફેટે 6 વર્ષની બાળકીનું મોત, માતા પણ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ



Vadodara Accident
Vadodara માં ગમખ્વાર અકસ્માત, બાઈકની અડફેટે 6 વર્ષની બાળકીનું મોત, માતા પણ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ



Vadodara Accident
Vadodara : પૂરઝડપે આવેલી બાઈકના ચાલકે એક મહિલા સહિત બે બાળકીઓને અડફેટે લીધી હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ, માણેજા ક્રોસિંગથી જામ્બુવા તરફ જતા માર્ગ પર બાઈક પૂરઝડપે આવી રહી હતી.
આ દરમિયાન બાઈક ચાલકે રસ્તા પર જઈ રહેલી એક મહિલા અને બે બાળકીઓને અડફેટે લીધી હતી. બાઈકની ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેયને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
એક બાળકી મૃત જાહેર કરાઈ
અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 6 વર્ષીય બાળકીને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલમાં તબીબોએ બાળકીની સારવાર શરૂ કરી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. માસૂમ બાળકીના મોતના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV ફૂટેજમાં બાઈકની ઝડપ અને અકસ્માતની ક્ષણો જોવા મળી રહી છે. અકસ્માત બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને CCTV ફૂટેજના આધારે ઘટનાની વિગતો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું, બાઈક કેટલી ઝડપે આવી રહી હતી અને બાઈકચાલકની બેદરકારી કેટલી જવાબદાર હતી તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય લોકોની સ્થિતિ અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે.
પોલીસે બાઈક ચાલકની કરી અટકાયત
માર્ગ પર વાહન ચલાવતી વખતે ઝડપ પર નિયંત્રણ રાખવું અને આસપાસના રાહદારીઓની સલામતીનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે તે ઘટના ફરી એકવાર દર્શાવે છે. ખાસ કરીને રહેણાંક અને અવરજવરવાળા વિસ્તારોમાં બેફામ ઝડપ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. માણેજા ક્રોસિંગથી જામ્બુવા માર્ગ પર બનેલી આ દુઃખદ ઘટનામાં એક માસૂમ બાળકીનું જીવન ગુમાવવું પડ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોક છે, જ્યારે પોલીસે અકસ્માતના સમગ્ર મામલે તપાસ આગળ ધપાવી છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



