Vadodara Pandya Bridge Accident : પંડ્યા બ્રિજ પર ભારે વાહનની અડફેટે દંપતીનાં કરુણ મોત, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર


Vadodara Pandya Bridge Accident વડોદરાના પંડયા બ્રિજ પર અકસ્માતની ઘટના
Vadodara Pandya Bridge Accident : પંડ્યા બ્રિજ પર ભારે વાહનની અડફેટે દંપતીનાં કરુણ મોત, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર


Vadodara Pandya Bridge Accident વડોદરાના પંડયા બ્રિજ પર અકસ્માતની ઘટના
Vadodara Pandya Bridge Accident : અકસ્માત એટલો ગંભીર હતો કે દંપતી ભારે વાહન નીચે કચડાઈ જતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. અકસ્માત સર્જ્યા બાદ ભારે વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પંડ્યા બ્રિજ પરથી પસાર થઈ રહેલા દંપતીને એક ભારે વાહને અડફેટે લીધા હતા. ભારે વાહનની ટક્કર બાદ દંપતી વાહન નીચે આવી ગયું હતું અને ગંભીર રીતે કચડાઈ જતાં બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતને પગલે બ્રિજ પર પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
અકસ્માત બાદ ભારે વાહનચાલક સ્થળ પર રોકાયા વિના ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક પંડ્યા બ્રિજ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માત સ્થળે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતક દંપતીની ઓળખ તથા અકસ્માત અંગેની વધુ વિગતો મેળવવા તપાસ શરૂ કરવામાં આવી હતી.
એકસાથે પતિ-પત્નીના મોતના સમાચારથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. પરિવાર અને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એક જ અકસ્માતમાં બે લોકોના મોત થતાં સ્થાનિક લોકોમાં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે.
ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
અકસ્માતને પગલે પંડ્યા બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી કતારો જોવા મળતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને ફરાર ભારે વાહનચાલકને શોધવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો, ભારે વાહનચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Operation Health Dhaba : ગુજરાતમાં આજથી 'ઓપરેશન હેલ્થ' શરૂ, હોટેલ-ઢાબાઓમાં સઘન ચેકિંગ




