Vadodara Liquor Case: 84 લાખના દારૂ કેસમાં મોટી કાર્યવાહી, બાપોદ PI અને PSI સસ્પેન્ડ

Vadodara Liquor Case: વડોદરા શહેરમાં દારૂના મોટા જથ્થા ઝડપાવાના ત્રણ મહિના જૂના કેસમાં પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Vadodara 84 Lakh Liquor CaseVadodara 84 Lakh Liquor Case

Vadodara 84 Lakh Liquor Case

Vadodara Liquor Case: વડોદરા શહેરમાં દારૂના મોટા જથ્થા ઝડપાવાના ત્રણ મહિના જૂના કેસમાં પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાપોદ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ડી.ડી. લાડુમોર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ મથકની હદમાં દારૂનો મોટો જથ્થો ઝડપાવાની ઘટના બાદ જવાબદારી અને ફરજમાં બેદરકારીના મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

SMCએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો

મળતી માહિતી મુજબ, ગત 22 ઓગસ્ટના રોજ વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન અંદાજે 84 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરની કુલ 16,394 બોટલ મળી આવી હતી.

દારૂના જથ્થાની સાથે ચાર વાહન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કુખ્યાત બુટલેગર નીલુ સિંધીએ આ દારૂનો જથ્થો મગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પોલીસ મથકની હદમાં મળી આવતાં સ્થાનિક પોલીસની કામગીરી અને જવાબદારી સામે સવાલો ઊભા થયા હતા.

કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ચર્ચા જાગી

આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તૈયાર કરવામાં આવેલા અહેવાલના આધારે રાજ્યના પોલીસ વડા દ્વારા બાપોદ પોલીસ મથકના PI ડી.ડી. લાડુમોર અને PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્રણ મહિના જૂના આ કેસમાં હવે બે પોલીસ અધિકારીઓ સામે થયેલી કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ચર્ચા જાગી છે. દારૂના ગેરકાયદે નેટવર્ક સામે કાર્યવાહી કરવાની સાથે પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવતાં આ મામલો વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: Sabarkantha News: કરણપુરમાં 30થી 35 કરોડના ખર્ચે અર્બુદા સંસ્કારધામનું નિર્માણ, 24મીએ માં અર્બુદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે